Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentપરિણીતિના એબ્સનો વિડિયો પાંચ-લાખથી વધુ વાર જોવાયો

પરિણીતિના એબ્સનો વિડિયો પાંચ-લાખથી વધુ વાર જોવાયો

મુંબઈઃ બોલીવૂડની ચુલબુલી અને બિનધાસ્ત એક્ટ્રેસ પરિણીતિ ચોપરા ફિટનેસને લઈને ઘણી સહજ છે. એક્ટ્રેસે યુરોપ ટ્રિપ દરમ્યાન વર્કઆઉટ કરતી જોવા મળી હતી. તે ફરી મુંબઈ પરત ફરીને ફિટનેસ જાળવવા આકરી મહેનત કરી રહી છે. આ કડીમાં ‘ઇશ્કેઝાદે’ એક્ટ્રેસે પોતાનો ટ્રાન્સફોર્મેશન વિડિયો પોસ્ટ કરીને ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપી હતી. આ ક્લિપમાં પરિણીતિએ એબ્સ ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.

 

પરિણીતિ ચોપડાએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તે એબ્સ કટને ફ્લોન્ટ કરતી પરફેક્ટ બોડી દેખાતી નજરે ચઢી રહી છે. આ દરમ્યાન પરીએ બ્લુ ટાઇટ્સ અને લાઇટ પર્પલ કલરની સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી. આ ક્લિપના બેકગ્રાઉન્ડમાં એક્ટ્રેસના અવાજમાં ગીત પણ ‘अभी ना जाओ’ (Abhi Na Jao) સાંભળવા મળી રહ્યું છે.

પરિણીતિ ચોપરાનું ફિગરને જોઈને ફેન્સ લટ્ટુ થઈ ગયો છે અને સતત લાઇક્સ અને કોમેન્ટ દ્વારા ક્લિપ પર પ્રેમ લૂંટાવી રહ્યા છે. એક્ટ્રેસના ફિટનેસ વિડિયોને અત્યાર સુધૂ ઇન્સ્ટાગ્રામ વર્લ્ડમાં 5.36 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.  પરીએ કેપ્શનમાં લખ્યું છે કે ‘जब आप अपना पहला एब मनाने वाले हों लेकिन ट्रेनर कहता है अभी ना जाओ छोड़ कर।’

પરીના આ વિડિયો પર ફેન્સ સહિત બોલીવૂડ જગત પ્રતિક્રિયા આપી રહ્યું છે. એક યુઝરે લખ્યું હતું કે ‘મને તમારા પર વારંવાર ક્રશ થઈ જાય છે’. બીજાએ લખ્યું છે કે ‘મેમ, તમારી બોડી બિલકુલ પરફેક્ટ છે.’ હરિયાણાના અંબાલાની એક્ટ્રેસ છેલ્લી વાર ફિલ્મ ‘સંદીપ’ અને ‘પિન્કી ફરાર’ અને ‘સાયના’માં જોવા મળી હતી. પરીએ એક્ટિંગના જોરે ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી લીધી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular