Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentકરણ જોહરને કોર્ટમાં ઢસડી જવાની પાકિસ્તાની-ગાયકની ધમકી

કરણ જોહરને કોર્ટમાં ઢસડી જવાની પાકિસ્તાની-ગાયકની ધમકી

લાહોરઃ કરણ જોહરના પ્રોડક્શન બેનર ધર્મા પ્રોડક્શન્સે તેની નવી આગામી હિન્દી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કર્યું છે. આ ફેમિલી કોમેડી-ડ્રામા ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુસિંહ-કપૂરની મુખ્ય ભૂમિકા છે. ટ્રેલરને ઈન્ટરનેટ પર સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલરના એક ગીતમાં કલાકારો જાણીતા પંજાબી ગીત ‘નાચ પંજાબન’ની ધૂન પર નાચતાં જોઈ શકાય છે.

હવે આ ગીતના રચયિતા પાકિસ્તાની ગાયક અને ગીતકાર અબ્રાર ઉલ હકે કરણ જોહર અને એમની ટીમ સામે કાનૂની પગલું ભરવાની ધમકી આપી છે. એમનો દાવો છે કે એમનું ગીત ચોરવામાં આવ્યું છે. પોતાને આવશ્યક ક્રેડિટ આપ્યા વગર ગીતનો ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અબ્રાર ઉલ હકે આ દાવો ગઈ કાલે એમના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો છે અને એમ પણ લખ્યું છે કે તેઓ આર્થિક વળતર મેળવવા કોર્ટમાં જશે.

એમણે બે ટ્વીટમાં લખ્યું છે કે, ‘મેં આ ગીત કોઈ પણ ભારતીય ફિલ્મને વેચ્યું નથી. હું વળતરનો દાવો કરવા માટે કોર્ટમાં જવાના મારા અધિકારને અનામત રાખું છું. કરણ જોહર જેવા નિર્માતાઓએ કોપી કરેલા ગીતો વાપરવા ન જોઈએ. આ મારું છઠ્ઠું ગીત કોપી કરવામાં આવ્યું છે. ‘નાચ પંજાબન’ ગીતનો ઉપયોગ કરવાનું લાઈસન્સ મેં કોઈને આપ્યું નથી. જો કોઈ એવો દાવો કરતું હોય તો એગ્રીમેન્ટ રજૂ કરે. હું કાનૂની પગલું ભરવાનો છું.’ અબ્રારનું ‘નાચ પંજાબન’ 2000ના આરંભમાં રિલીઝ કરાયું હતું અને તેણે દક્ષિણ એશિયાના દેશોમાં ધમાલ મચાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular