Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentપાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન

પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન

નવી દિલ્હીઃ શાહરુખ ખાનની સાથે ફિલ્મ ‘રઇસ’માં કામ કરી ચૂકેલી પાકિસ્તાનની મશહૂર ફિલ્મ અભિનેત્રી માહિરા ખાને બીજાં લગ્ન તેના બોયફ્રેન્ડ સાથે કર્યાં છે. અનેક વર્ષો સુધી પાકિસ્તાની બિઝનેસમેન સલીમ કરીમને ડેટ કર્યા બાદ માહિરાએ તેની સાથે લગ્ન કર્યાં છે.

માહિરાએ વીજે તરીકે એક્ટિંગ કેરિયરનો પ્રારંભ કર્યો હતો. તેને પાકિસ્તાની ફિલ્મ ‘બોલ’ અને ‘હમસફર’ માટે એવોર્ડ મળ્યો હતો. તેણે વર્ષ 2017માં શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

માહિરાએ વર્ષ 2007માં મિત્ર અલી અસકરી સાથે નિકાહ કર્યા હતા, પણ વર્ષ 2015માં બંનેના તલાક થયા હતા અને હવે માહિરાએ ફરીથે બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સલીંમ કરીમ સંગ નિકાહ કર્યા છે. આ બંનેના નિકાહ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

માહિરા ખાને બિઝનેસમેન સલીમ કરીમ સાથી બર્બનના પર્લ કોન્ટિનેન્ટ હોટેલમાં ધૂમધામથી નિકાહ કર્યા હતા. માહિરા વાઇટ લહેંઘામાં બહુ સરસ લાગતી હતી. સલીમ કરીમના અનેક બિઝનેસ છે. માહિરા અને સલીમ કરીમની પહેલી મુલાકાત એક ટેલિવિઝન એપ્લિકેશનના લોન્ચ દરમ્યાન થઈ હતી. ત્યાર બાદ તેઓ બંને જણ આશરે દોઢથી બે વર્ષ સુધી એકમેકને ડેટ કર્યા પછી તુર્કીમાં 2019માં ખાનગી ફંકશનમાં સગાઈ કરી હતી.

શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રાહુલ ધોળકિયાએ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં તેણે શાહરુખની પત્ની આસિયાની ભૂમિકા નિભાવી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular