Monday, May 26, 2025
Google search engine
HomeNewsEntertainmentનીરજ ચોપરા, શ્રીજેશ આવશે ‘કૌન-બનેગા-કરોડપતિ’ શોમાં

નીરજ ચોપરા, શ્રીજેશ આવશે ‘કૌન-બનેગા-કરોડપતિ’ શોમાં

મુંબઈઃ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020માં મેડલ જીતનાર ભારતના બે એથ્લીટ્સ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં ઉપસ્થિત થવાના છે. સોની ટીવી ચેનલે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર આની જાણ કરતું એક ટીઝર શેર કર્યું છે.

જેવેલીન થ્રો (ભાલાફેંક) રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર નીરજ ચોપરા અને કાંસ્ય ચંદ્રક વિજેતા પુરુષોની હોકી ટીમના ગોલકીપર પી.આર. શ્રીજેશ ‘કૌન બનેગા કરોડપતિ’ શોના વિશેષ શોમાં હોટસીટ પર બેસવાના છે. આ સ્પેશિયલ શો આવતા શુક્રવારે પ્રસારિત કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular