Wednesday, August 27, 2025
Google search engine
HomeNewsEntertainmentનોરાની આ હરકતથી 37-મિલિયન ફેન્સ હેરાન-પરેશાન થયા

નોરાની આ હરકતથી 37-મિલિયન ફેન્સ હેરાન-પરેશાન થયા

દુબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીના ફેન્સ માટે માઠા સમાચાર છે. જે નોરાના ફોટો તેઓ ઇન્સ્ટાગ્રામ પર જોયા કરતા હતા. હવે નોરાનું એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સોશિયલ મિડિયા પરથી ગાયબ થઈ ચૂક્યું છે. દુબઈમાં વેકેશન મનાવી રહેલી નોરા ફતેહી કેટલાક સમય પહેલાં તેની ખૂબસૂરત ફોટો અને વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, પણ અચાનક જ નોરાએ અકાઉન્ટ ડિએક્ટિવ થઈ જતા ફેન્સ હેરાન-પરેશાન થયા હતા. નોરાના ઇન્સ્ટાગ્રામ પર 37.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા.

નોરાના કેટલાક ફેન્સનું કહેવું છે કે તેનું એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે તો કેટલાકે કહ્યું ઇન્સ્ટાગ્રામે કદાચ તેનું અકાઉન્ટ બ્લોક્ડ કર્યું હતું. નોરાનું અચાનક અકાઉન્ટ ગાયબ થવાનું કારણ અત્યાર સુધી સામે નથી આવ્યું.

નોરા દુબઈમાં વેકેશન ઊજવી રહી છે, પણ તે વેકેશનમાં પણ તેના ફોટોના ફેન્સ ની સાથે શેર કરી રહી હતી. ક્યારેક બિકીનીમાં તો ક્યારેક ફાયરી લુકમાં લોકોને દીવાના બનાવી રહી હતી.

નોરા ફતેહીએ હાલમાં ગુરુ રંધાવાની સાથે ડાન્સ મેરી રાની મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યો હતો. આ વિડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો હતો. એને કરોડો લોકો જોઈ ચૂક્યા છે. નોરા દરેક વખત ડાન્સથી તેના ફેન્સને દીવાના કરી દે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular