Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentનેટફ્લિક્સ યુઝર્સ પાસેથી હવે વધુ ચાર્જ વસૂલે એવી શક્યતા

નેટફ્લિક્સ યુઝર્સ પાસેથી હવે વધુ ચાર્જ વસૂલે એવી શક્યતા

નવી દિલ્હીઃ નવા પ્લાનમાં નવા ભાવવધારાની ઘોષણા કર્યાનાં કેટલાંક સપ્તાહો પછી નેટફ્લિક્સે એ લોકોની વચ્ચે પાસવર્ડ શેર કરવાની વ્યાપક પ્રથા પર નકેલ કસવાનો પ્રારંભ કર્યો હતો- જે લોકો એક ઘરમાં નથી રહેતા. આવા લોકોને નેટફ્લિક્સના ઉપયોગ કરતો રહેવા માટે કંપની વધારાનું ભાડું ચૂકવવા માટે કહેશે. USસ્થિત સ્ટીમિંગ સર્વિસે લાંબા સમયથી પરિવાર અને મિત્રોની સાથે પાસવર્ડ શેર કરતા ગ્રાહકો માટે એક સરળ વ્યૂહરચના બનાવી છે.

હાલમાં સ્ટ્રિમિંગથી ટીવી માર્કેટમાં હરીફાઈ ખૂબ વધી ગઈ છે. ડિઝનીથી અદ્વિતીય શોની ઉત્પાદન કિંમતમાં ખાસ્સો વધારો થયો છે. આવનારાં સપ્તાહોમાં નેટફ્લિક્સે ચિલી, કોસ્ટારિકા અને પેરુમાં સબસ્ક્રાઇબર્સને બે લોકોનાં સબ-એકાઉન્ટ્સ જોડવા માટે પ્રતિ મહિને બેથી ત્રણ ડોલરનો ચાર્જ લગાવવાનું શરૂ કરશે, એમ નેટફ્લિક્સ પ્રોડક્ટ ઇનોવેશન ડિરેક્ટર ચેંગઈએ કહ્યું હતું.

અમે માનીએ છીએ કે લોકોની પાસે એન્ટરટેઇનમેન્ટના કેટલાક વિકલ્પ છે, એટલે અમે ઇચ્છતા હતા કે નવી ફીચર્સ સભ્યો માટે ઉપયોગી થાય, જેનું સબસ્ક્રિપ્શન ફંડ બધુ ટીવી અને ફિલ્મ જોવામાં જાય છે.  કંપની ત્રણ દેશોમાં નવા મોડલની ઉપયોગિતાની તપાસ કરશે. કંપનીએ છેલ્લા 12 મહિનામાં 22.18 કરોડ સબસ્ક્રાઇબર્સ જોડ્યા છે. જોકે 2022ના પહેલા ત્રિમાસિકમાં કંપનીએ માત્ર 25 લાખ ગ્રાહકો જોડ્યા હતા.  વળી, સ્ટ્રિમિંગ સર્વિસના જણાવ્યા અનુસાર ગયા વર્ષના અંત સુધીમાં કંપનીએ 83 લાખ ગ્રાહકોનો ઉમર્યો હતો, જેમાં મોટા ભાગના ઉત્તરી અમેરિકાની બહારના હતા. હાલમાં નેટફ્લિક્સે અમેરિકામાં સબસ્ક્રિપ્શનમાં વધારો કરતાં નવી કિંમત 9.99 ડોલર અને સૌથી મોંઘો પ્લાન 19.99 ડોલર સુધી રાખ્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular