Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentનીના ગુપ્તા ખોલી રહી છે અંગત જીવનના રાઝ...

નીના ગુપ્તા ખોલી રહી છે અંગત જીવનના રાઝ…

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ પોતાની એક્ટિંગથી બોલીવુડની દુનિયામાં ખૂબ નામ કમાયું છે. પરંતુ તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઘણા લોકો મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા હતા, જેનાથી તેઓ મારી દિકરીને પોતાનું નામ આપી શકે. પરંતુ આના માટે નીના ગુપ્તાએ સ્પષ્ટ ઈનકાર કર્યો અને પોતાની દીકરી મસાબાને એકલા જ ઉછેરીને મોટી કરવા મામલે વિચાર કર્યો. નીના ગુપ્તાએ ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મારી પર્સનલ લાઈફ મારી પર્સનાલિટીથી એકદમ અલગ જ છે. નીના ગુપ્તાએ પોતાની દીકરી મસાબા સાથે જોડાયેલી વાત જણાવતા કહ્યું કે, કેટલાક લોકો માટે હું બહાદૂર છું, પરંતુ બધી જ બહાદૂર બનવા માત્રની વાત નથી. મને લાગે છે કે એ નક્કી કરવું મુશ્કેલ નથી કે બાળકને જન્મ આપવો કે નહી. પરંતુ પોતાના નિર્ણય પર અડગ રહીને તેની સાથે જીવન જીવવું અઘરું છે. મને બહાદૂર કહેવામાં આવે છે પરંતુ આ વાતે મને નકારાત્મક છબી આપી છે. તેમણે કહ્યું કે, ઘણા લોકોએ અચાનક મને સાંત્વના આપવાની શરુ કરી દીધી. મારા મીત્રોએ મને કહેવાનું શરુ કરી દીધું કે હું તમારી સાથે લગ્ન કરીશ. આમ કરીને હું તારી દીકરીને મારું નામ આપી શકીશ. અને મને લાગ્યું કે, માત્ર સરનેમ માટે જ શું કરવા લગ્ન કરું? હું તેને મારું પોતાનું નામ આપીશ અને આના માટે મેં કામ કરવાનું શરુ કર્યું.

નીના ગુપ્તાએ જણાવ્યું કે, હું સિગલ મધર વધારેમાં વધારે 2 વર્ષ માટે રહી. બાદમાં મારા પિતા મારી પાસે આવી ગયા હતા અને તેઓ મારી સાથે રહેતા હતા. તેમણે મારું ઘર જોયું, મારી દીકરીને સાચવી અને મારા માટે બધુ જ તેઓ બની ગયા હતા. મારી પાસે પતિ નહોતા તો ભગવાને મને પિતા આપ્યા. મારી માતાનું નિધન ખૂબ પહેલા થઈ ચૂક્યું હતું. તો પિતા મારી સાથે રહેતા હતા. અમારો પરિવાર બાકી પરિવારની જેમ નહોતો. ઉલ્લેખનીય છે કે બોલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા 80 ના દશકમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે રિલેશનશીપમાં હતી. જો કે તેમણે એકબીજા સાથે લગ્ન નહોતા કર્યા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular