Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsEntertainmentમારા પિતા ઘણા ‘પઝેસિવ’, ‘રૂઢિવાદી’ છેઃ એશા દેઓલ

મારા પિતા ઘણા ‘પઝેસિવ’, ‘રૂઢિવાદી’ છેઃ એશા દેઓલ

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ એશા દેઓલે હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના પિતા અને બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર તે બોલીવૂડમાં પ્રવેશ કરે એવું નહોતા ઇચ્છતા. તેણે તેના પિતાને ઘણા ‘પઝેસિવ’ અને ‘રૂઢિવાદી’ ગણાવ્યા હતા. તેમના હિસાબે યુવતીઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવું જોઈએ.

એશા દેઓલે હાલમાં આવનારી ફિલ્મ ‘એક દુઆ’થી પ્રોડક્શનમાં ‘ડેબ્યુ’ કર્યું હતું. તે રામકમલ મુખરજી નિર્દેશિત ફિલ્મમાં નજરે પડશે. ભારત એશા ફિલ્મ્સ (BEF)ના બેનર હેઠળ એશા અને તેના વેપારી પતિ ભરત તખતાનીની પહેલી ફિલ્મ ‘એક દુઆ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં એશાએ કહ્યું હતું કે મારા પિતા નહોતા ઇચ્છતા કે હું ફિલ્મોમાં કામ કરું, તેઓ એને સલામતીની દ્રષ્ટિએ જોતા હતા. તેઓ જાણતા હતા કે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ કરે છે, પણ અમે એને સારી રીતે મેનેજ કર્યું અને અમે સફળ રહ્યા.

ગયા વર્ષે કપિલ શર્માના શોમાં એશાની માતા અને બોલીવૂડ અભિનેત્રી હેમા માલિનીએ ખુલાસો કર્યો હતો કે ધર્મેન્દ્ર એશાને ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશવાનો આકરો વિરોધ કરતા હતા. વળી, એશાને સ્પોર્ટ્સ અને ડાન્સ વગેરમાં રસ વધુ હતો. તે ઘરે જ ડાન્સની પ્રેક્ટિસ કરતી હતી અને તે એક પ્રોફેશનલ ડાન્સર બનવા ઇચ્છતી હતી. વળી તે ડાન્સર તરીકે બોલીવૂડમાં કેરિયર બનાવવા ઇચ્છતી હતી, પણ ધરમજીને પુત્રીને નાચવું અને બોલીવૂડમાં ‘ડેબ્યુ’ કરવું પસંદ નહોતું અને તેમને એ સામે સખત વાંધો હતો.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular