Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentઆરએસએસ વિરુદ્ધ ટિપ્પણી: જાવેદ અખ્તરને લીગલ નોટિસ

આરએસએસ વિરુદ્ધ ટિપ્પણી: જાવેદ અખ્તરને લીગલ નોટિસ

મુંબઈઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરુદ્ધ ખોટી અને બદનામીભરી ટિપ્પણી કરવા બદલ અહીંના એક લૉયરે ગીતકાર જાવેદ અખ્તરને કાનૂની નોટિસ ફટકારી છે. અખ્તરે તે ટિપ્પણી એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાત વખતે કરી હતી. સંતોષ દુબે નામના લૉયરે માગણી કરી છે કે અખ્તર એ માટે પોતાની માફી માગે.

76 વર્ષના અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં તાલિબાન અને હિન્દુવાદી સંગઠન આરએસએસને સમાન ગણાવ્યા હતા. લૉયર દુબેએ કહ્યું છે કે આ નોટિસ મળ્યાના સાત દિવસની અંદર જો અખ્તર પોતાની બિનશરતી લેખિત માફી નહીં માગે અને એમના તમામ નિવેદનોને પાછાં નહીં ખેંચે તો પોતે એમની પર રૂ. 100 કરોડનો માનહાનિનો ક્રિમિનલ કેસ કરીશ. અખ્તરના નિવેદનો ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની કલમ 499 (માનહાનિ) અને 500 (માનહાનિ કરવા માટે સજા) અંતર્ગત ગુનાને પાત્ર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular