Sunday, May 25, 2025
Google search engine
HomeNewsEntertainment'ટાર્ઝન' ફેમ હેમંત બિરજે કાર અકસ્માતમાં ઘાયલ

‘ટાર્ઝન’ ફેમ હેમંત બિરજે કાર અકસ્માતમાં ઘાયલ

મુંબઈઃ 1985માં આવેલી હિન્દી ફિલ્મ ‘એડવેન્ચર્સ ઓફ ટાર્ઝન’માં શિર્ષક ભૂમિકામાં ચમકેલો અભિનેતા હેમંત બિરજે ગઈ કાલે રાતે મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર એની કારને થયેલા અકસ્માતમાં ઘાયલ થયો છે. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એની ઈજા જોકે મામુલી છે. અકસ્માતમાં એની પત્ની અને પુત્રીને પણ મામુલી ઈજા થઈ છે. બિરજે પોતે જ કાર ચલાવતો હતો અને એક્સપ્રેસવે પર પુણે નજીક ઉર્સે ટોલ બૂથ ખાતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ત્રણેય જણને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

‘ટાર્ઝન’ ફિલ્મમાં હેમંત બિરજેની હિરોઈન હતી કિમી કાટકર. 2005માં, બિરજે ‘ગર્વઃ પ્રાઈડ એન્ડ ઓનર’ ફિલ્મમાં સલમાન ખાનની સાથે ચમક્યો હતો. એ મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular