Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentરાધિકા આપ્ટે 'મિસિસ અંડરકવર' ફિલ્મમાં ગુપ્તચરની ભૂમિકામાં

રાધિકા આપ્ટે ‘મિસિસ અંડરકવર’ ફિલ્મમાં ગુપ્તચરની ભૂમિકામાં

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરવા માટે જાણીતી છે. હવે તે એક વધુ હટકે રોલમાં જોવા મળવાની છે. એણે જ પોતાની આગામી નવી ફિલ્મની જાહેરાત કરી છે જેનું નામ છે – ‘મિસિસ અંડરકવર’. આ સ્પાઈ-કોમેડી ફિલ્મમાં તે ગૃહિણી અને અંડરકવર એજન્ટ (ગુપ્તચર), એમ બે પ્રકારની ભૂમિકામાં કરવાની છે.

‘મિસિસ અંડરકવર’નું ફર્સ્ટ લુક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં એ જ સંદેશ છે કે ગૃહિણી ખરા અર્થમાં સુપરવુમન હોય છે અને તે માત્ર ગૃહિણી ક્યારેય હોતી નથી. દુર્ગા નામની ગૃહિણીને સંજોગોને કારણે 10 વર્ષ બાદ ફરીથી સ્પેશિયલ અન્ડરકવર એજન્ટની કામગીરી કરવાની આવે છે અને એ ઘણા નરાધમો સામે જંગ ખેલે છે. આ ફિલ્મમાં સુમીત વ્યાસ, રાજેશ શર્મા, સાહેબ ચેટર્જી જેવા અન્ય કલાકારો પણ છે. ફિલ્મ ‘ઝી-5’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મની વાર્તા લખવાનું અને દિગ્દર્શન કાર્ય સંભાળ્યું છે અનુશ્રી મેહતાએ. આ તેમની પહેલી જ ફિલ્મ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular