Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentમૌની રોય કદાચ દુબઈનાં બેન્કરને પરણશે

મૌની રોય કદાચ દુબઈનાં બેન્કરને પરણશે

મુંબઈઃ 2021ની શરૂઆત બોલીવૂડ માટે સારા સમાચારોથી થઈ રહી છે. અભિનેતા વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે એવા સમાચાર બાદ હવે બોલીવૂડ અને ટીવી સિરિયલોની અભિનેત્રી મૌની રોય દુબઈનાં એક બેન્ક મેનેજર સાથે લગ્ન કરશે એવા સમાચાર છે. ‘નાગિન’ અભિનેત્રી મૌની અને દુબઈના બેન્ક અધિકારી સૂરજ નામ્બિયાર એમનાં પ્રેમને ટૂંક સમયમાં જ લગ્નમાં બદલવાના છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, મૌની અને નામ્બિયારના પરિવારજનો ઘણા વખતથી એકબીજાના પરિચયમાં છે. પરિવારજનોને પણ મૌની પસંદ છે. 2019માં, મૌનીની એક સહેલી રૂપાલી કદયાને મૌની અને સૂરજની એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી. એને પગલે મૌની અને સૂરજ એકબીજાંને ડેટિંગ કરી રહ્યાંનું બહાર આવ્યું હતું. મૌનીએ જોકે સૂરજ સાથે તેનાં સૂચિત લગ્ન વિશે કોઈ ફોડ પાડ્યો નથી. મૌનીની નવી ફિલ્મ આવી રહી છે ‘બ્રહ્માસ્ત્ર’, જેમાં એ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા સાથે જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular