Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentનવાજુદ્દીન સિદ્દીકીની પત્ની સામે માતાએ નોંધાવ્યો FIR

નવાજુદ્દીન સિદ્દીકીની પત્ની સામે માતાએ નોંધાવ્યો FIR

મુંબઈઃ બોલીવૂડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી તેની શાનદાર એક્ટિંગથી કરોડો દિલો પર રાજ કરે છે. તે દરેક ભૂમિકામાં જાન ફૂંકવા માટે જાણીતો છે. એ જ કારણે તે દરેક એક્ટર અને ડિરેક્ટર તેની સાથે કામ કરવા ઇચ્છે છે. જોકે હાલ તેની વ્યક્તિગત લાઇફ ચર્ચાના ચકડોળે ચઢી છે.

નવાજુદ્દીન સિદ્દીકીની માતા મેહરુ નિસા સિદ્દી અને તેની પત્ની જેનબ ઉર્ફે આલિયાની વચ્ચે સંબંધો ઠીક નથી. એક્ટરની માતાએ તેની પત્નીની સામે FIR નોંધાવ્યો છે, જેથી વર્સોવા પોલીસે જેનબને પૂછપરછ માટે બોલાવી છે. મેહરુ નિસા સિદ્દીકૂ અને આલિયાની વચ્ચે ઘણા લાંબા સમયથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેથી એક્ટરની માતાએ પોતાની વહુ સામે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જે પછી આલિયા પર કલમ 452, 323, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જૈનબ ઉર્ફે આલિયા નવાજુદ્દીનની બીજી પત્ની છે. બંનેનાં લગ્ન વર્ષ 2010માં થયાં હતાં. જોકે આ પહેલાં આ યુગલ તલાકના સામાચારોને લઈને પણ ચર્ચામાં રહી ચૂક્યું છે. વાસ્તવમાં કોવિડ રોગચાળા બાદ લાગેલા લોકડાઉનમાં બંને વચ્ચે વિવાદ થયાના અહેવાલો હતા. ત્યારે બંનેએ એકમેક પર અનેક ગંભીર લગાવ્યા હતા. એ વખતે એક્ટરની પત્ની આલિયાએ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો અને તલાકની નોટિસ પણ મોકલી દીધી હતી, પણ પછી અહેવાલ હતા કે તેઓ બંને વધુ એક વાર સંબંધને એક વધુ તક આપશે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular