Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentમોહમ્મદ રફીનો જન્મદિનઃ આવો, સદાબહાર ગીતોને યાદ કરીએ...

મોહમ્મદ રફીનો જન્મદિનઃ આવો, સદાબહાર ગીતોને યાદ કરીએ…

નવી દિલ્હીઃ સદાબહાર ગાયક મોહમ્મદ રફીને સ્વર્ગારોહણને 41 વર્ષ વીતી ગયાં છે, તેમ છતાં તેમના ખૂબસૂરત અવાજનો જાદુ તેમના ચાહકોના દિલો-દિમાગમાં છવાયેલો છે. રફીનો અવાજ સ્પષ્ટ હતો અને તેમને ધુનો અને સંગીતની સાચી અને ઊંડી સમજ હતી. તેમનો જન્મ 24 ડિસેમ્બર, 1924એ થયો હતો. તેમની આજે 97મી જન્મજયંતી છે.

મોહમ્મદ રફીને ચાર વખત ફિલ્મફેર એવોર્ડ અને એક વાર નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1967માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો હતો.

તેમનાં કેટલાંક યાદગાર ગીતો આ મુજબ હતાં…

મૈને પી શરાબ પી તુમને ક્યા પિયા…

નશાના ધુત અને અસહાય બલરાજ સાહની આ ગીતમાં વિશ્વની ક્રૂર વાસ્તવિકતાનું વર્ણન કરે છે. સાહિર લુધિયાનવીએ આ ગીત લખ્યું હતું આ ગીતનું સંગીત દત્તા નાયકે આપ્યું હતું. રહીનો અવાજ આ ગીત પાછળની ભાવનાઓને વ્યક્ત કરે છે. આ ગીત 1970માં રિલીઝ થયેલી ફિલ્મ નયા રાસ્તાનું હતું.

ગુલાબી આંખે…

રફીનું આવું એક સદાબહાર ગીત ગુલાબી આંખે છે, જે ગીતના અનેક રિમેક થયાં છે. જોકે મૂળ રફીનું આ ગીત લાજવાબ છે. આ ગીતને આર. ડી. બર્મને કમ્પોઝ કર્યું હતું. રાજેશ ખન્ના અને નંદાએ ફિલ્મી પડદે આ ગીત ગાયું હતું. આ ફિલ્મ 1970માં ધ ટ્રેનનો હિસ્સો હતું અને આ ગીતને આનંદ બક્ષીએ લખ્યું હતું.

એવું જ એક વધુ ગીત એટલે મદન મોહનના સંગીત પર આધારિત હીર રાંઝા ફિલ્મનું ગીત યે દુનિયા યે મહેફિલ..રફીના ચાહકોમાં બહુ લોકપ્રિય થયું હતું. એક ઔર ગીત યે રેશમી ઝુલ્ફે યે શરબતી આંખે અને બહારો ફુલ બરસાવો ગીતે ખૂબ લોકચાહના મેળવી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular