Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentમીનાક્ષી શેષાદ્રી 27-વર્ષ પછી ફરી કેમેરા સમક્ષ ઉપસ્થિત

મીનાક્ષી શેષાદ્રી 27-વર્ષ પછી ફરી કેમેરા સમક્ષ ઉપસ્થિત

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી હાલમાં જ એક ગાયકી રિયાલિટી શોમાં ઉપસ્થિત થયાં હતાં અને લગભગ 27 વર્ષના સમયગાળા પછી ભારતમાં ફરી કેમેરા સમક્ષ આવ્યાં બદલ રોમાંચ થયાની લાગણી વ્યક્ત કરી હતી. 58 વર્ષીય મીનાક્ષી ‘દામિની’, ‘હીરો’, ‘દિલવાલે’ જેવી ફિલ્મોમાં કરેલા અભિનય બદલ દર્શકોને આજે પણ યાદ રહી ગયાં છે. તેઓ અવ્વલ નૃત્યાંગના પણ છે.

અઢી દાયકાથી પણ વધારે સમય બાદ ફરી કેમેરા સામે આવવાથી પોતે થોડાંક નર્વસ થયાં હોવાનું મીનાક્ષીએ કહ્યું હતું. ‘ઈન્ડિયન આઈડોલ’ રિયાલિટી શોના સેટ પર તેઓ ત્રણ જજ – હિમેશ રેશમીયા, નેહા કક્કડ અને વિશાલ દદલાની તથા સંચાલક-ગાયક આદિત્ય નારાયણ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

મીનાક્ષી કારકિર્દીની ટોચ પર હતાં ત્યારે જ અચાનક બોલીવુડમાંથી ગાયબ થઈ ગયાં હતાં. બાદમાં ખબર પડી હતી કે એમણે ન્યૂયોર્કસ્થિત ભારતીય-અમેરિકન ફાઈનાન્સર હરિશ મૈસૂર સાથે 1995માં લગ્ન કર્યાં હતાં. દંપતીને બે સંતાન છે – પુત્ર જોશ અને પુત્રી કેન્દ્રા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular