Thursday, September 18, 2025
Google search engine
HomeNewsEntertainmentમમતા કુલકર્ણી ઈઝ કમબેકઃ ઇન્સ્ટાગ્રામ પર ફોટો વાઇરલ

મમતા કુલકર્ણી ઈઝ કમબેકઃ ઇન્સ્ટાગ્રામ પર ફોટો વાઇરલ

મુંબઈઃ 1990ના દાયકાની બોલીવૂડ હિરોઇનો- જુહી ચાવલા અને રવિના ટંડનથી માંડીને પૂજા ભટ્ટ સુધી હાલમાં લાઇમલાઇટમાં પરત ફરી રહી છે. મમતા કુલકર્ણીએ 1995માં રાકેશ રોશન નિર્મિત ‘કરણ અર્જુન’માં તેની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. એ ફિલ્મમાં તેણે સલમાન ખાનની સાથે કામ કર્યું હતું. જોકે તેણે ડ્રગ લોર્ડ વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યાં હતાં, પણ તેણે સોશિયલ મિડિયામાં કમબેક કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.

તેનો હાલનો ફોટો ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને તે ધૂમ મચાવી રહ્યો છે. ‘કરણ અર્જુન’ ફિલ્મ વખતે અફવા ઊડી હતી કે કુલકર્ણી માટે એ અનુભવ સારો નહોતો, ખાસ કરીને સલમાન ખાને કહ્યું હતું કે એ કુલકર્ણી માટે ખરાબ સમય હતો. કુલકર્ણીએ આમિર ખાન સાથે બાજીમાં પણ જોડી બનાવી હતી, પણ પછી તે ફિલ્મોમાંથી અચાનક ગાયબ થઈ હતી. એ સમયે મમતાએ એક ફિલ્મી મેગેઝિનમાં ટોપલેસ શૂટ કરાવ્યું હતું, જેથી તે ઘણી બદનામ પણ થઈ હતી. જોકે તે પછી 2000માં જાહેર જીવનમાંથી ગાયબ થઈ હતી.

વળી, કુલકર્ણીએ અમદાવાદમાં જન્મેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ લોર્ડ વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યાં હતાં, જેની સૌપ્રથમ વાર 1997માં દુબઈમાં નશીલા ડ્રગની હેરફેરના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.એ પછી તેને 2012માં છોડવામાં આવ્યો હતો. એ પછી ગોસ્વામી અને કુલકર્ણીની કેન્યામાંથી ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular