Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentઆશા ભોસલેનાં પુત્ર આનંદ દુબઈની હોસ્પિટલમાં દાખલ

આશા ભોસલેનાં પુત્ર આનંદ દુબઈની હોસ્પિટલમાં દાખલ

દુબઈઃ દંતકથાસમાન પાર્શ્વગાયિકા આશા ભોસલેનાં પુત્ર આનંદ ભોસલેને ચક્કર આવવાથી જમીન પર પડી જતાં એમને દુબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(તસવીર સૌજન્યઃ આશા ભોસલે ફેસબુક પેજ)

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આનંદ ભોસલેને ઈજા થઈ છે. આ બનાવ અમુક દિવસો પહેલાં બન્યો હતો. એમને પહેલાં હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એમની તબિયત સુધારા પર આવી જતાં એમને હવે એક અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આનંદના સ્વાસ્થ્ય વિશે મુંબઈમાંથી ભોસલે અને મંગેશકર પરિવારોનાં સભ્યો સતત દુબઈ ફોન કરીને પૃચ્છા કરતાં રહે છે. તે કમનસીબ બનાવ બન્યો હતો ત્યારે આશા ભોસલે દુબઈમાં જ હતાં અને તેઓ હાલ ત્યાં રહી ગયાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular