Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentસુનીલ શેટ્ટીનો જમાઈ બનવા ‘તડપ’તો KL રાહુલ

સુનીલ શેટ્ટીનો જમાઈ બનવા ‘તડપ’તો KL રાહુલ

મુંબઈઃ ફિલ્મજગતમાં વિકી કૌશલ અને કેટરિના કૈફ પછી સુનીલ શેટ્ટીના પરિવારમાં પણ શરણાઈના સૂર વાગશે. તેમની પુત્રી અથિયાએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે રિલેશનશિપને સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. હાલમાં મુંબઈમાં ફિલ્મ ‘તડપ’નું ગ્રાન્ડ પ્રીમિયર થયું. આ ફિલ્મથી અથિયાનો ભાઈ અને સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી બોલીવૂડમાં ‘ડેબ્યુ’ કરી રહ્યો છે. આ પ્રસંગે કેટલાય ફિલ્મસ્ટારો હાજર રહ્યા હતા, પણ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કેએલ રાહુલે કર્યું હતું.

સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાએ જ્યારે કેએલ રાહુલ સાથે તડપના પ્રીમિયરમાં એન્ટ્રી લીધી તો સૌકોઈની નજર તેમના પર પડી. બંને એકસાથે કેમેરાને સ્મિત આપતાં પોઝ આપતાં હતાં. મિડિયાની સામે એ અથિયા અને કેએલ રાહુલનું પહેલું એપિયરન્સ હતું. કેમેરામેનો પણ તેમના ફોટો લેવા તેમની તરફ ધસી ગયા હતા. અહાનની ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ પણ હતી. કેએલ રાહુલે અથિયા અને તેના પિતા સુનીલ શેટ્ટી, મોમ માના શેટ્ટી, અહાન અને તેની ગર્લફ્રેન્ડ તાન્યા સાથે ખૂબ પોઝ આપ્યા હતા.

કેએલ રાહુલ અને અથિયા વચ્ચે અફેરની વાતો ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી, પણ ક્રિકેટરે એ રિલેશનશિપ પાંચ નવેમ્બરે સત્તાવાર જાહેર કરી હતી. એ દિવસે અથિયાનો ‘બર્થડે’ હતો. કેએલ રાહુલે હાર્ટનો ઇમોજીની સાથે લખ્યું હતું, ‘हैपी बर्थडे माय हार्ट अथिया शेट्टी।’

ફિલ્મ ‘તડપ’ ત્રીજી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અહાનની સામે એક્ટ્રેસ તારા સુતારિયા છે. આ ફિલ્મને મિલન લુથરિયાએ ડિરેક્ટ કરી છે, જ્યારે ફિલ્મનો પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાળા છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular