Friday, July 25, 2025
Google search engine
HomeNewsEntertainmentKKનું છેલ્લું ગીત ‘ધૂપ પાની બહને દે’ રિલીઝ

KKનું છેલ્લું ગીત ‘ધૂપ પાની બહને દે’ રિલીઝ

મુંબઈઃ T સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે આગામી ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’નું કેકેએ ગાયેલું છેલ્લું ગીત ‘ધૂપ પાની બહને દે’ રિલીઝ કર્યું હતું, આ ગીત ગુલઝારે લખ્યું હતું. આ ગીતને કમ્પોઝ કર્યું હતું શાંતનુ મોઇત્રાએ. ફિલ્મ શેરદિલ થિયેટરોમાં 24 જૂને રિલીઝ થશે. આ મુવીમાં પંકજ ત્રિપાઠી, નીરજ કાબી, સાયની ગુપ્તા લીડ રોલમાં છે. આ ફિલ્મને ડિરેક્ટ કરી છે શ્રીજિત મુખરજીએ. ‘શેરદિલ’ એક ડાર્ક હ્યુમર સેટાયર છે.

કૃષ્ણકુમાર કુનાથ કેકે તરીકે જાણીતા હતા. તેમની 26 વર્ષની કેરિયરમાં, તેમણે ગાયેલાં ગીતોને ખૂબ પસંદ કરવામાં આવ્યાં હતા. તેમનામાં સકારાત્મક ઊર્જા હતી, એમ એક ફિલ્મનિર્માતાએ જણાવ્યું હતું.‘ધૂપ પાની બહને દે’ એક અદભુત ગીત છે, જે કુદરતને બચાવવા માટે પોકાર કરે છે, આ ગીતનાં શબ્દોને દર્શકો પછી ગણગણે છે. આ ગીત વિશે ગુલઝાર સાહેબે કહ્યું હતું કે ‘શેરદિલ’માં શ્રીજિતે મારા પર એક ઉપકાર કર્યો છે. આ ફિલ્મ માટે મને લખવાની તક જ નથી આપી, પણ kKથી મળવાનો મોકો પણ આપ્યો હતો. પણ દુઃખની વાત એ છે કે એ ગીત KKના આખરી ગીત તરીકે ઓળખાશે.

‘શેરદિલ’નું ગીત પર્યાવરણ પર છે, જે પ્રકારે એને એ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે- એ જંગલો, નદીઓ, પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. હું KK માટે પ્રાર્થના કરું છું અને તેમને યાદ કરું છું. ‘શેરદિલ’ જ્યાં પણ રહેશે, તેમની યાદ અમારી સાથે હંમેશાં રહેશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular