Monday, July 21, 2025
Google search engine
HomeNewsEntertainmentકિરણ-રાવ બનાવે છે ‘લાપતા લેડિઝ’: આમિરની બાદબાકી

કિરણ-રાવ બનાવે છે ‘લાપતા લેડિઝ’: આમિરની બાદબાકી

મુંબઈઃ અભિનેતા આમિર ખાનથી અલગ થયાં બાદ નિર્માત્રી કિરણ રાવે ફરી ફિલ્મ નિર્માણમાં પ્રવેશ કર્યો છે. તેઓ હવે જે નવી ફિલ્મ બનાવી રહ્યાં છે એનું ટાઈટલ છે ‘લાપતા લેડિઝ’. આ ફિલ્મ માટે આમિર ખાને પણ ઓડિશન આપ્યું હતું, પરંતુ કિરણ રાવે એને રિજેક્ટ કર્યો હતો. આ વાત આમિરે પોતે જ એક મુલાકાતમાં કરી છે. એણે કહ્યું કે સ્ક્રીન ટેસ્ટ કરાયા બાદ તે અને કિરણ બંને જણ એ વાતે સહમત થયાં હતાં કે આમિર આ ફિલ્મ માટે ફિટ નથી. આમિરે કિરણને એમ કહ્યું છે કે, ‘જો તને યોગ્ય અભિનેતા ન મળે તો હું આ ફિલ્મમાં કામ કરીશ.’

11 ઓગસ્ટે આ ફિલ્મનું ટીઝર બહાર પાડવામાં આવે એવી ધારણા છે. આ ફિલ્મમાં નવી સદીની શરૂઆતનાં દિવસોની વાત છે. એક ગામમાં બે દુલ્હન એક સાથે ગાયબ થઈ જતાં ઉહાપોહ મચી જાય છે. આ બે દુલ્હનનાં રોલ માટે બે નવોદિત અભિનેત્રીઓની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મમાં રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ અને છાયા કદમની ભૂમિકા છે. આમિર આ ફિલ્મનો નિર્માતા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular