Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentપ્રેમીપંખીડાં કિઆરા-સિદ્ધાર્થ નવા-વર્ષની રજા માણવા ઉપડી ગયાં

પ્રેમીપંખીડાં કિઆરા-સિદ્ધાર્થ નવા-વર્ષની રજા માણવા ઉપડી ગયાં

મુંબઈઃ બોલીવુડ કલાકારો – કિઆરા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા વાસ્તવિક જીવનમાં એકબીજાંનાં ગળાડૂબ પ્રેમમાં હોવાનું અને ડેટિંગ કરતાં હોવાનું મનાય છે. આ બંને કલાકાર નવા વર્ષના આગમન પૂર્વે રજા માણવા ક્યાંક રવાના થઈ ગયાં છે. બંને જણ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. કિઆરા એક કારમાંથી ઉતરી ત્યારે ત્યાં હાજર પ્રેસ ફોટોગ્રાફરોએ એને કેમેરામાં ઝડપી લીધી હતી. કિઆરાએ શોર્ટ હુડી ડ્રેસ પહેર્યો હતો. એ ગુલાબી અને ગ્રે ચેકર્ડ ડ્રેસમાં સજ્જ હતી, એનાં હાથમાં ગ્રે રંગની મોટી શોપિંગ બેગ હતી, આંખો પર સનગ્લાસીસ પહેર્યાં હતાં અને પગમાં વ્હાઈટ બૂટ્સ પહેર્યાં હતાં. એરપોર્ટ પર તે આગમન પ્રવેશદ્વાર પાસે ઊભી રહી ગઈ હતી. એટલામાં જ સિદ્ધાર્થ આવી પહોંચ્યો હતો અને એની સાથે જોડાઈ ગયો હતો. બંને જણ બાદમાં એરપોર્ટની અંદર જતાં રહ્યાં હતા. સિદ્ધાર્થ ઓલિવ ગ્રીન જેકેટ અને બ્લેક પેન્ટમાં સજ્જ હતો. એની પાસે કાળા રંગની બેગપેક હતી.

કિઆરા અને સિદ્ધાર્થ હાલમાં જ ‘શેરશાહ’ ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતાં. કિયારા પાસે હાલ ‘ભૂલભૂલૈયા 2’ (કાર્તિક આર્યન અને તબુ સાથે), ‘જુગ જુગ જિયો’ (વરુણ ધવન સાથે) ફિલ્મો છે. સિદ્ધાર્થની નવી ફિલ્મો છે ‘યોદ્ધા’ (દિશા પટની અને રાશી ખન્ના), ‘થેંક ગોડ’ (અજય દેવગન, રકુલપ્રીત સિંહ), ‘મિશન મજનુ’ (રશ્મિકા મંદાના સાથે).

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular