Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainment‘કેબીસી-13’: અમિતાભ કરશે શોનું 12મી વાર સંચાલન

‘કેબીસી-13’: અમિતાભ કરશે શોનું 12મી વાર સંચાલન

મુંબઈઃ હાલ કોરોનાવાઈરસના ફેલાવાને કારણે ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગ કામકાજને માઠી અસર પડી છે ત્યારે ટીવી દર્શકો માટે આનંદના સમાચાર છે કે, અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ‘ની નવી સીઝન ટૂંક સમયમાં જ પ્રસારિત થવાની છે. સામાન્ય જ્ઞાન અને કૌશલ્ય પર આધારિત આ શોના રજિસ્ટ્રેશનની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.

સોની ટીવી દ્વારા જાહેરાત કરાઈ છે કે ‘કેબીસી-13’ રજિસ્ટ્રેશન 10 મેએ રાતે 9 વાગ્યે શરૂ થશે. ગયા વર્ષે કોરોના બીમારીનો શિકાર બન્યા બાદ સાજા થયેલા અમિતાભ 12મી વખત આ શોનું સંચાલન સંભાળશે. ‘કેબીસી-12’ ગયા વર્ષે 28 ડિસેમ્બરે પ્રસારિત કરવામાં આવી હતી. તે પછી આ વર્ષની 22મી જાન્યુઆરીએ શોનો આખરી એપિસોડ રજૂ કરાયો હતો. (જુઓ ‘કેબીસી-13’ માટેની પ્રોમો ક્લિપ…)

https://www.instagram.com/p/COe07PYK82I/

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular