Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentકરણ જોહરની બર્થડે-પાર્ટીમાં કોરોનાનો હાહાકારઃ 55-જણ કોરોના-પોઝિટીવ?

કરણ જોહરની બર્થડે-પાર્ટીમાં કોરોનાનો હાહાકારઃ 55-જણ કોરોના-પોઝિટીવ?

મુંબઈઃ બોલીવુડના જાણીતા નિર્માતા કરણ જોહરે હાલમાં જ એમના 50મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે અત્રે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં સિનેજગતના અનેક દિગ્ગજ કલાકારો અને કસબીઓએ હાજરી આપી હતી. હિન્દી ફિલ્મ ઉદ્યોગની લગભગ તમામ હસ્તીએ એમાં હાજરી આપી હતી. પરંતુ, હવે એવા અહેવાલો છે કે તે પાર્ટીને કારણે અનેક કલાકારોને કોરોનાવાઈરસ મહામારીનો ચેપ લાગ્યો છે. પાર્ટીમાં હાજર રહેલા કલાકારો પૈકી લગભગ 55 જણને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોને કોને ચેપ લાગ્યો છે એમના નામ હજી બહાર નથી આવ્યા.

જોહરે તે પાર્ટી અંધેરી ઉપનગરમાં યોજી હતી. એમાં શાહરૂખ ખાન, ઋતિક રોશન, કેટરીના કૈફ, કિયારા અડવાણી, અભિષેક-ઐશ્વર્યા બચ્ચન, મલાયકા અરોરા, જ્હાન્વી કપૂર, કરીના કપૂર-ખાન વગેરે સહભાગી થયાં હતાં. અખબારી અહેવાલ અનુસાર, એ પાર્ટીના આશરે 55 જેટલા કલાકારોને કોરોના થયો છે, પરંતુ બદનામી ન થાય એટલા માટે એમણે પોતાને ચેપ લાગ્યાનું છૂપાવ્યું હોય એવું લાગે છે. જોહરના અનેક મિત્રોને કોરોના થયો છે. આ ચેપ ખરેખર કોનામાંથી પ્રસર્યો એ હજી સુધી જાણી શકાયું નથી. પાર્ટીમાં અભિનેતા કાર્તિક આર્યન પણ હાજર રહ્યો હતો અને એનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એને તેની એક હિરોઈનમાંથી વાઈરસ લાગુ પડ્યો હતો અને એની સાથે તે પોતાની આગામી નવી ફિલ્મ ‘ઓમઃ ધ બેટલ વિધિન’નો પ્રચાર કરી રહ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular