Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentપાતળી બનવા માટે સર્જરી કરાવી; કન્નડ અભિનેત્રીનું મૃત્યુ

પાતળી બનવા માટે સર્જરી કરાવી; કન્નડ અભિનેત્રીનું મૃત્યુ

બેંગલુરુઃ એક ચોંકાવનારી બનેલી ઘટનામાં, શરીરે પાતળી થવા માટેનું ઓપરેશન કરાવતી વખતે કન્નડ ટીવી સિરિયલોની 21 વર્ષની એક અભિનેત્રીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસનું કહેવું છે કે ચેતના રાજ નામની અભિનેત્રીએ આ ઓપરેશન કરાવતાં પહેલાં તેનાં માતાપિતાને જાણ કરી નહોતી.

ચેતનાનું મૃત્યુ સર્જરી દરમિયાન થયું હતું. હવે ચેતનાનાં માતાપિતાએ હોસ્પિટલનાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે ડોક્ટરોએ મા-બાપની સંમતિ લીધા વગર અને યોગ્ય સાધનો વિના ચેતનાનું ઓપરેશન કર્યું હતું. સામે પક્ષે, ડોક્ટરોનું કહેવું છે કે શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવા માટેની સર્જરી દરમિયાન ચેતનાનાં ફેફસાંમાં પાણી જમા થઈ જવાથી એનું મૃત્યુ નિપજ્યું હતું. ચેતનાનાં પિતા ગોવિંદ રાજે કહ્યું કે એમની દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાની જાણ એમને સોમવારે સવારે 8.30 વાગ્યે કરવામાં આવી હતી. તેઓ હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યાં સુધીમાં સર્જરી શરૂ કરી દેવામાં આવી હતી. સાંજે ચેતનાનાં ફેફસાંમાં પાણી અથવા ચરબીનો ભરાવો થયો હોવાનું અને એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલના આઈસીયૂમાં પણ યોગ્ય સુવિધાઓ નથી.

ચેતનાએ એક કન્નડ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular