Saturday, May 31, 2025
Google search engine
HomeNewsEntertainmentકંગના રણોતે ‘ટિકુ વેડ્સ શેરુ’નું શૂટિંગ પૂરું કર્યું

કંગના રણોતે ‘ટિકુ વેડ્સ શેરુ’નું શૂટિંગ પૂરું કર્યું

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતે જાહેરાત કરી હતી કે તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બનેલી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ’નું શૂટિંગ પૂરું થયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ‘ટિકુ વેડ્સ શેરુ’ની ટીમનો આભાર માન્યો હતો. આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં છે. કંગનાએ મુખ્ય સ્ટાર્સ સાથીના ફોટો શેર કરતાં લખ્યું હતું કે આજે ભગવાનની કૃપાથી અમે મણિકર્ણકા ફિલ્મ્સ પ્રા. લિ.ના પહેલા પ્રોજેક્ટનું ફિલ્માંકન પૂરું કરી લીધું છે. હવે આ ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોઉં છું. આપણે જલદી થિયેટરોમાં મળીએ. કંગનાએ ફિલ્મના સેટથી BTS ફોટો પણ શેર કર્યા હતા. એ બહુ શાનદાર અનુભવ રહ્યો હતો. આ ફિલ્મ તમને બતાવવા માટે ઉત્સાહિત છું.

‘ટિકુ વેડ્સ શેરુ’ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સનો પહોલો પ્રોજેક્ટ છે. નવાજુદ્દીને આ ફિલ્મની ટીમને પોતાના નવા બંગલામાં હોસ્ટ કર્યા હતા. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીની એક ઝલક શેર કરી હતી.

‘ટિકુ વેડ્સ શેરુ’ને ડાર્ક કોમેડી બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન શેરુની ભૂમિકા ભજવતો નજરે ચઢશે અને અવનીત કૌર ટીકુની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રિમિંગથી પહેલાં થિયેટરોમાં રિલીઝ થશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular