Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainment'ઈમર્જન્સી'માં કંગના બનશે ઈન્દિરા ગાંધી

‘ઈમર્જન્સી’માં કંગના બનશે ઈન્દિરા ગાંધી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આગામી બાયોપિક ફિલ્મ ‘ઈમર્જન્સી’ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનાં જીવન પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન કરશે સાઈ કબીર. આ ફિલ્મનું નિર્માણ કંગનાએ સ્થાપેલી ફિલ્મ પ્રોડક્શન કંપની ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ કરશે.

મણિકર્ણિકા ફિલ્મ્સના સત્તાવાર હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં કંગનાને આ ફિલ્મમાં પોતાની શીર્ષક ભૂમિકા માટેનું ફોટો-શૂટ કરાવતી જોઈ શકાય છે. પોસ્ટની કેપ્શનમાં લખ્યું છેઃ ‘ક્વીન તૈયાર થઈ રહી છે મેડમ પ્રાઈમ મિનિસ્ટર ઈમર્જન્સી ઈન્દિરા બનવા માટે.’ પોતાનાં પ્રોડક્શન હાઉસની આ પહેલી જ ફિલ્મ હશે. કંગના આ ઉપરાંત એક વધુ બાયોપિક ફિલ્મ પણ કરી રહી છે, જેનું નામ છે ‘થલાઈવી’, જે ફિલ્મ તામિલનાડુનાં સદ્દગત મુખ્ય પ્રધાન જયલલિતાનાં જીવન પર આધારિત છે. આ ઉપરાંત તેણે ‘ધાકડ’ ફિલ્મનું પણ શૂટિંગ કરી રહી છે જેમાં તે એક મહિલા હત્યારીનો રોલ કરી રહી છે. ‘તેજસ’ ફિલ્મમાં એ મહિલા પાઈલટની ભૂમિકામાં જોવા મળશે.

આ તસવીરોમાં કંગના ‘ઈમર્જન્સી’ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનો રોલ ભજવવા માટે બોડી સ્કેન કરાવી રહી છે
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular