Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentકાશ!  વ્હાઇટ હાઉસમાં ‘છૈયા-છૈયા’ ગીત વખતે હું હાજર હોતઃ ખાન

કાશ!  વ્હાઇટ હાઉસમાં ‘છૈયા-છૈયા’ ગીત વખતે હું હાજર હોતઃ ખાન

મુંબઈઃ શાહરુખ ખાનને 25 જૂને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 31 વર્ષ પૂરાં કર્યાં હતાં. 1992માં તેની પહેલી ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થઈ હતી. આ ખાસ પ્રસંગને એક્ટરે ફેન સાથે સવાલોના જવાબ આપીને માણ્યો હતો.  રવિવારે ટ્વિટર પર ‘Ask SRK’ સેશનમાં એક ફેને શાહરુખને વડા પ્રધાન મોદીની હાલની અમેરિકા યાત્રામાં ‘છૈયા-છૈયા’ વિશે પૂછ્યું હતું, ત્યારે તેણે કહ્યું હતું કે કાશ, હું ત્યાં હોત તો ડાન્સ કરવા લાગત, પણ તેઓ ટ્રેનની અંદર નહીં જવા દે. શાહરૂખ ખાનના ફની અંદાજથી લોકોને ખૂબ મજા પડી હતી.  

એક દક્ષિણ એશિયન ગ્રુપ પેન મસાલાએ વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારોહમાં શાહરુખ ખાનનું લોકપ્રિય ગીત ‘છૈયા-છૈયા’ વગાડવામાં આવ્યું હતું.એનો વિડિયો સોશિયલ મિડિયમાં છવાયેલો છે.

આ વિડિયોમાં 19 લોકો ગીત ગાતા નજરે ચઢી રહ્યા છે. બધા કાળ રંગના સુટમાં દેખાઈ રહ્યા છે. એ દરમ્યાન વંદે માતરમ ભારત માતાની જય અને મોદી-મોદી જેવાં સૂત્રો પણ સાંભળવા મળ્યા હતા.

અન્ય એક ફેને શાહરુખને પૂછ્યું હતું કે 57 વર્ષની વયે પણ તું એક્શન અને સ્ટંટ કઈ રીતે કરી લે છે, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે બહુ પેઇનકીલર્સ ખાવી પડે છે, ભાઈ. શાહરુખ ખાનની આગામી એક્શન ફિલ્મ ‘જવાન’ આવવાની છે, જે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે અને જે હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular