Sunday, May 25, 2025
Google search engine
HomeNewsEntertainment'ખાલી પીલી' 2 ઓક્ટોબરે 'પે-પર-વ્યૂ' ડિજિટલી રિલીઝ કરાશે

‘ખાલી પીલી’ 2 ઓક્ટોબરે ‘પે-પર-વ્યૂ’ ડિજિટલી રિલીઝ કરાશે

મુંબઈઃ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનીત હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’ આવતી 2 ઓક્ટોબરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

આ બંને કલાકારે આ સમાચારને આજે સોશિયલ મિડિયા પર સમર્થન આપ્યું છે.

આ ફિલ્મ પહેલાં આ વર્ષના જૂનમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાઈરસના રોગચાળાને કારણે થિયેટરો હજી બંધ જ હોવાને કારણે નિર્માતાઓએ હવે એને ‘પે-પર-વ્યૂ’ સેવા પૂરી પાડતી ‘ઝી-પ્લેક્સ’ પર પ્રીમિયર તરીકે એક્સક્લુઝીવલી રિલીઝ કરશે.

અનન્યા પાંડેએ એનાં ઈન્સ્ટાગ્રામ પર આમ લખ્યું છેઃ ‘મેડ રાઈડ કી સવારી કરની હૈ તો રેડી રેહને કા સેકન્ડ ઓક્ટોબર કો…’

રિલીઝની આ જાહેરાત સાથે કલાકારોએ આ ફિલ્મનું એક નવું ગીત પણ રિલીઝ કર્યું છે જેનાં શબ્દો છેઃ ‘બિયોન્સી શરમા જાયેગી.’

આ ગીતમાં લોકિંગ, પોપિંગ, કથ્થક તેમજ અનેક ફોક ડાન્સને બતાવવામાં આવ્યા છે. આ ગીતને સર્કસ થીમ પર શૂટ કરવામાં આવ્યું છે. એમાં રિંગ ડાન્સ અને ફાયર ડાન્સ જેવી અનેક કલાબાજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

મકબૂલ ખાન દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘ખાલી પીલી’માં એક બમ્બૈયા સ્ટાઈલનો ટપોરી છોકરો જ્યારે એક રાતે એક છોકરીને મળે છે ત્યારે કેવા સંજોગો સર્જાય છે એ જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular