Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentહુમલા કેસઃ પરિણીતીએ ઝોમેટોના ડિલીવરી-બોયનું કર્યું સમર્થન

હુમલા કેસઃ પરિણીતીએ ઝોમેટોના ડિલીવરી-બોયનું કર્યું સમર્થન

મુંબઈઃ બેંગલુરુમાં રેસ્ટોરન્ટ એગ્રીગેટર અને ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ કંપની ઝોમેટોના એક ડિલીવરી બોયએ એક યુવતી પર કરેલા હુમલાએ ભારે ચકચાર જગાવી છે. હિતેશા ચંદ્રાની નામની મોડેલ-કમ-મેકઅપ આર્ટિસ્ટે પોતે આપેલા ઓર્ડર બાદ ફૂડ ડિલીવરી મોડી થતાં એણે તેનું પેમેન્ટ નકારી દેતાં કામરાજ નામના ડિલીવરી બોય સાથે એને બોલાચાલી થઈ હતી અને કામરાજે પોતાને નાક પર મુક્કો માર્યો હોવાનો આરોપ હિતેશાએ પોતાનાં લોહીલુહાણ થયેલા નાક સાથે વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. કામરાજે આરોપને નકાર્યો છે. પોલીસે ફરિયાદ નોંધી છે અને કામરાજની ધરપકડ કરી હતી અને એને પૂછપરછ કરી જામીન પર છોડ્યો હતો. ઝોમેટોએ તપાસ પૂરી થાય ત્યાં સુધી કામરાજને સસ્પેન્ડ કર્યો છે.

બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આ વિવાદમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એણે કામરાજનું સમર્થન કર્યું છે. એણે ટ્વીટ કરીને ઝોમેટો કંપનીને વિનંતી કરી છે કે, ‘ઝોમેટો ઈન્ડિયા, તમે આ બનાવમાં સત્યની તપાસ કરો અને રિપોર્ટ જાહેર કરો. ડિલીવરી બોય નિર્દોષ છે એવું હું માનું છું, તેથી તમે સત્ય રજૂ કરો અને તે મહિલાને શિક્ષા કરવામાં અમને મદદ કરો. આ તો અમાનવીય અને શરમજનક છે… આમાં હું કેવી રીતે મદદ કરી શકું એ પ્લીઝ મને જણાવો.’ પરિણીતીની બે નવી ફિલ્મ આવી રહી છે – અર્જુન કપૂર સાથે ‘સંદીપ ઔર પિંકી ફરાર’ અને ‘સાઈના’.

 

(તસવીર સૌજન્યઃ પરિણીતી ચોપરા ટ્વિટર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular