Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentનકલ કરવાનું પુરવાર થાય તો લખવાનું છોડી દઈશઃ મનોજ

નકલ કરવાનું પુરવાર થાય તો લખવાનું છોડી દઈશઃ મનોજ

નવી દિલ્હીઃ મશહૂર લેખક અને ગીતકાર મનોજ મુંતશિર પર હાલમાં એક કવિતા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. એ પછી તે લોકોના નિશાના પર છે. હવે મનોજ મુંતશિર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે ફિલ્મ ‘કેસરી’ના ગીત ‘तेरी मिट्टी’ને એક પાકિસ્તાની ગીતની કોપી કરી છે. સોશિયલ મિડિયા પર ચર્ચા થઈ રહી છે કે તેમણે ‘तेरी मिट्टी’ને વર્ષ 2005માં આવેલા એક પાકિસ્તાની ગીતથી ચોરવામાં આવ્યું છે. જોકે મનોજ આ આરોપો પર ભડકી ગયા છે. તેમણે કહ્યું હતું કે જો એ સાબિત થઈ જાય કે તેમણે ‘तेरी मिट्टी’ ગીત તેમણે ક્યાંકથી કોપી કરી છે તો તે હંમેશાં માટે લખવાનું છોડી દેશે.

મનોજે કહ્યું હતું કે જે લોકો પણ એ આરોપ લગાવી રહ્યા છે, તેમણે એ તપાસી લેવું જોઈએ કે તે વિડિયો અમારી ફિલ્મ ‘કેસરી’ના રિલીઝ થવાના મહિનાઓ પછી અપલોડ કરવામાં આવ્યું હતું. તમને એ જણાવી દઉં કે જે ગીતની વાત કરવામાં આવી રહી છે, એને પાકિસ્તાની સિંગર નહીં, બલકે અમારી લોકગાયક ગીતા રબારીએ ગાયું છે. તમે તેમને કોલ કરીને એની ખાતરી કરી શકો છો. તે ગીતા રબારીને વ્યક્તિગત રીતે ઓળખે છે અને તે સમયાંતરે તેમનાં કામની પ્રશંસા કરતી રહે છે. તમે એ વિશે ગીતાજીને પૂછી શકો છો, એમ તેમણે કહ્યું હતું.

મનોજ પર ગીત ‘तेरी मिट्टी’ને લઈને જ નહીં, પણ કવિતાઓની ચોરીનો પણ આરોપ લાગ્યો છે. તેમના પર હાલમાં ‘मुझे कॉल करना’ વાળી કવિતાની ચોરી કરવાનો આરોપ છે. આ ઉપરાંત 2018માં છપાયેલા પુસ્તક ‘मेरी फितरत है मस्ताना’માં એ કવિતા છપાઈ હતી. સોશિયલ મિડિયા પર ચર્ચા થઈ રહી છે કે એ કવિતા મનોજની પોતાની નથી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular