Saturday, July 5, 2025
Google search engine
HomeNewsEntertainmentહું ત્રણ વાર યૌનશોષણનો શિકાર બનીઃ સોમી અલી

હું ત્રણ વાર યૌનશોષણનો શિકાર બનીઃ સોમી અલી

ઇસ્લામાબાદઃ ફિલ્મ અભિનેત્રી સોમી અલીએ દાવો કર્યો છે કે જ્યારે પાંચ અને નવ વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય તે જ્યારે 14 વર્ષની હતી, ત્યારે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. સોમી અલી પાકિસ્તાની અભિનેત્રી છે. તેણે 90ના દાયકામાં બોલીવૂડની કેટલીય ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે હવે તેણે અભિનય કરવાનું છોડી દીધુ છે અને હવે તે એનજીઓ ચલાવે છે, જેનું નામ ‘નો મોર ટિયર્સ’ છે.

આ એનજીઓના માધ્યમથી સોમી અલી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીઓને બચાવવાના પ્રયાસ કરે છે. તેણે ખુલાસો કર્યો હતો કે તે ખુદ યૌન શોષણનો શિકાર થઈ ચૂકી છે. સોમીએ એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાને જણાવી હતી.

આ વિશે તેણે કહ્યું હતું કે આ વિશે ખુલાસો કરતાં મને ડર લાગતો હતો, જેથી થોડા સમય પછી હું જ્યારે એનજીઓ ચલાવી રહી છું, ત્યારે મારા પર યૌનશોષણનો ખુલાસો નહોતી કરી શકી, પણ હું 14 વર્ષથી એનજીઓ ચલાવી રહી છું. તેણે વધુમાં કહ્યું હતું કે મારું પહેલી વાર યૌનશોષણ પાકિસ્તાનમાં થયું હતું, જ્યારે હું પાંચ વર્ષની હતી. મારી સાથે ત્રણ ઘટનાઓ નોકરના રૂમમાં બની હતી, પણ અમ્મી અને અબુએ એના પર કાર્યવાહી કરી હતી, પણ મને કહ્યું હતું કે આ વિશે કોઈ જણાવીશ નહીં. મને સમજમાં નહોતું આવતું કે મારાં માતાપિતા તેને બચાવવાનો પ્રયાસ કેમ કરતા હતા? ત્યાર પછી ફરી નવ અને 14 વર્ષની વયે મારી સાથે દુષ્કર્મ થયું હતું. સોમી અલી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular