Wednesday, September 3, 2025
Google search engine
HomeNewsEntertainmentઆયુર્વેદિક કારણોસર હું દરરોજ ગૌમૂત્રનું સેવન કરું છું: અક્ષયકુમાર

આયુર્વેદિક કારણોસર હું દરરોજ ગૌમૂત્રનું સેવન કરું છું: અક્ષયકુમાર

મુંબઈઃ બોલિવુડ એક્ટર અક્ષયકુમારે જણાવ્યું છે કે તે આયુર્વેદિક કારણોસર દરરોજ ગૌમૂત્ર પીએ છે. અક્ષય આજકાલ સ્કોટલેન્ડમાં આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ માટે હુમા કુરેશી અને લારા દત્તા-ભૂપતિની સાથે શૂટિંગ કરી રહ્યો છે. અક્ષયે હાલમાં જ બ્રિટિશ એડવેન્ચર અને હોસ્ટ બેર ગ્રિલ્સની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ભાગ લીધો હતો. આ સેશનમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે દરરોજ ગૌમૂત્રનું સેવન કરે છે. તેણે આ સેશનમાં તેની સાથે જંગલ એડવેન્ચર કરવાની વાત પણ કહી હતી.

હુમા કુરેશીએ અક્ષયકુમારને પૂછ્યું કે બેર ગ્રિલ્સે તેને હાથીના મળથી બનેલી ચા પીવા માટે કેવી રીતે મનાવ્યો. આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે હું જયાર ચિંતિત નહોતો, હું ઘણો ઉત્સાહમાં હતો. હું આયુર્વેદિક કારણોને લીધે દરરોજ ગૌમૂત્રનું સેવન કરું છું તો મારા માટે આમ કરવું મુશ્કેલ નહોતું. અક્ષયની વાત સાંભળીને બેર ગ્રિલ્સે કહ્યું હતું કે તમે જ છો, જે ગૌમૂત્ર પીવાની બાબતને સરળ કહી રહ્યા છો. તેણે એ પણ કહ્યું હતું કે જ્યારે લોકો મશહૂર થઈ જાય છે, તો એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કામ કરવાનું બંધ કરી દે છે, કેમ કે તેમને નબળા પડી જવાનો ડર હોય છે, પરંતુ અક્ષયકુમાર કોઈ પણ બાબત માટે તૈયાર હતો.

અક્ષયકુમાર બ્રિટિશ એડવેન્ચર અને હોસ્ટ ગ્રિલ્સની સાથે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં એક વાઇલ્ડ એડવેન્ચર પર ગયો હતો, જેમાં “Into the Wild with Bear Grylls” ના એપિસોડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેનું પ્રીમિયર 11 સપ્ટેમ્બરે (આજે) ડિસ્કવરી પ્લસ પર બતાવવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ગ્રિલ્સે કહ્યું હતું કે તેઓ અક્ષયને વ્યક્તિગતરૂપે નથી જાણતા પરંતુ તેને મળ્યા પછી તેમણે અનુભવ્યું કે અક્ષયકુમાર જરાય અહંકારથી પીડિત નથી અને ખુશમિજાજી વ્યક્તિ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular