Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentટાઈગર શ્રોફની ‘હિરોપંતી-2’નું ટ્રેલરઃ નવાઝુદ્દીન વિલનના રોલમાં

ટાઈગર શ્રોફની ‘હિરોપંતી-2’નું ટ્રેલરઃ નવાઝુદ્દીન વિલનના રોલમાં

મુંબઈઃ અભિનેતા ટાઈગર શ્રોફની આગામી નવી ફિલ્મ ‘હિરોપંતી-2’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ તહેવાર પર રિલીઝ કરાશે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની જોડી છે. એહમદ ખાન દ્વારા દિગ્દર્શિત ‘હિરોપંતી-2’ને આ વર્ષની 29 એપ્રિલે રિલીઝ કરાશે.

ફિલ્મના સાડા ત્રણ મિનિટના ટ્રેલરને સોશિયલ મિડિયા પર શેર કરીને ટાઈગરે લખ્યું છે: ‘બબલૂ શોધવાથી નહીં… નસીબથી મળે છે. અને તમારું નસીબ સારું એટલા માટે છે કે હું તમને મળવા આવું છું આ વખતે ઈદમાં.’

ટ્રેલરમાં તારાનાં પાત્રનું નામ ઈનાયા બતાવવામાં આવ્યું છે, જે એની સુંદરતાની સાથે એક્શનનો ડોઝ દેનારી હસીના બની છે. નવાઝુદ્દીન સિદ્દિકી સાઈબર ક્રાઈમની દુનિયાના રીઢા ગુનેગાર તરીકે ખલનાયક ‘લૈલા’ના રોલમાં છે. બબલૂ અને લૈલાની ફાઈટ દર્શકોની આતુરતા વધારે છે. ટ્રેલરમાં એક્શન, કોમેડી અને રોમાન્સ જોવા મળે છે. લૈલા અને ટાઈગરના સંવાદો પણ રસપ્રદ છે. ગુંડાઓ સાથેની મારામારી વખતે ટાઈગરને સ્પ્રિંગની જેમ અને વીજળીની ઝડપે ઉછળતો બતાવતા અનેક દ્રશ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular