Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainment‘આદિપુરુષ’માં હેમામાલિની કૌશલ્યાનો રોલ કરશે?

‘આદિપુરુષ’માં હેમામાલિની કૌશલ્યાનો રોલ કરશે?

મુંબઈઃ હિન્દી ઉપરાંત ચારેય દક્ષિણી ભાષાઓ – તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ બનનારી ફિલ્મ ‘આદિપુરુષ’માં ભગવાન રામના માતા કૌશલ્યાનો રોલ કરે એવી ધારણા છે. એમને તેમની ભૂમિકાનું વર્ણન તો ગમ્યું છે, હવે રોલ માટે એમની મંજૂરી અને કોન્ટ્રાક્ટ પર સહી ક્યારે કરે છે એની રાહ જોવાઈ રહી છે. ફિલ્મમાં ભગવાન શ્રી રામનો રોલ પ્રભાસ ભજવવાનો છે. રાવણની ભૂમિકામાં સૈફ અલી ખાન ચમકશે. આ મેગાબજેટવાળી ફિલ્મ ટી-સિરીઝ કંપની બનાવી રહી છે. ફિલ્મમાં પ્રભાસની સાથે દીપિકા પદુકોણ ચમકશે.

તાન્હાજી ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત ‘આદિપુરુષ’ બનાવી રહ્યા છે. મુંબઈમાં એમણે હાલમાં જ શૂટિંગ શરૂ કર્યું હતું, પરંતુ સેટ પર મુહૂર્ત શોટ લેવામાં આવી રહ્યો હતો એ જ વખતે શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી. ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટ્સ માટે હોલીવૂડની એક ટેક્નિકલ ટીમની મદદ લેવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular