Friday, July 25, 2025
Google search engine
HomeNewsEntertainmentઆજે જયા બચ્ચનનો બર્થ-ડેઃ જયા દિલ્હીમાં, પરિવાર મુંબઇમાં...

આજે જયા બચ્ચનનો બર્થ-ડેઃ જયા દિલ્હીમાં, પરિવાર મુંબઇમાં…

મુંબઈ:  9 એપ્રિલ એટલે કે આજે અભિનેત્રી જયા બચ્ચનનો 72મો જન્મદિવસ છે, પરંતુ આ ખાસ અવસર પર જયા બચ્ચન તેના પરિવારથી દૂર દિલ્હીમાં છે. કોરોના વાઈરસને કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જયા બચ્ચન દિલ્હીમાં ફસાઈ ગયા છે. અભિષેક બચ્ચન આજે તેમની માતાના જન્મદિવસે તેને બહુ મિસ કરી રહ્યો છે. તેણે જયાની એક તસવીર શેર કરી અને એક મેસેજ પણ લખ્યો છે.

અભિષેકે માતા જયા બચ્ચનને જમ્મ દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, દરેક બાળકનો સૌથી ફેવરિટ શબ્દ માં હોય છે અને મારો પણ…હેપ્પી બર્થડે માં. તમે લોકડાઉનને કારણે દિલ્હીમાં ફસાઈ ગયા છો અને અમે બધા અહીં મુંબઈમાં છીએ. અમે તમને દરેક ક્ષણ યાદ કરીએ છીએ તમે અમારા દિલમાં છો. આઈ લવ યુ.

આ ઉપરાંત જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાએ પણ માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને લખ્યું કે, હું મારા હૃદયમાં હમેશાં તમને રાખું છું, હું ગમે ત્યાં જાઉં તમે મારી સાથે જ હોવ છો. હેપ્પી બર્થડે મમ્મા. આઈ લવ યૂ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular