Sunday, July 6, 2025
Google search engine
HomeNewsEntertainmentઅમિતાભ-રશ્મિકાની ‘ગુડબાય'નું ટ્રેલરઃ બે પેઢી વચ્ચેનું અંતર

અમિતાભ-રશ્મિકાની ‘ગુડબાય’નું ટ્રેલરઃ બે પેઢી વચ્ચેનું અંતર

મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને દક્ષિણી ફિલ્મોની ટોચની અભિનેત્રી રશ્મિકા મંદાના અભિનીત ‘ગુડબાય’ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ આ વર્ષની 7 ઓક્ટોબરથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર, પાવેલ ગુલાટી, શિવીન નારંગ, સાહિલ મહેતા, અભિષેક ખાન, એલી એવરામ, ટીટુ વર્મા, પાયલ થાપા, રજની બસુમતારી, હંસા સિંહ જેવા અન્ય કલાકારો પણ છે. ફિલ્મમાં એક પિતા અને પુત્રીની હૃદયસ્પર્શી વાર્તા છે, જે દર્શકોને હસાવશે પણ ખરી અને લાગણીના વહેણમાં ખેંચી પણ જશે.

વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત અને એકતા કપૂર, શોભા કપૂર દ્વારા નિર્મિત ‘ગુડબાય’ના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન અને એની પુત્રીનો રોલ કરતી રશ્મિકા વચ્ચે દલીલબાજી અને ઉદ્ધતાઈથી વાતચીત જોવા મળે છે. બાપ-બેટીનાં રોલમાં બંને જણનો દમદાર અભિનય જોવા મળ્યો છે. ટ્રેલરમાં લાગણી, નાટ્યાત્મક્તા, કોમેડી, ગીત-સંગીત એમ બધું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular