Sunday, June 15, 2025
Google search engine
HomeNewsEntertainment‘આલિયા સાથે લગ્ન ક્યારે કરીશ?’ રણબીરનો જવાબ...

‘આલિયા સાથે લગ્ન ક્યારે કરીશ?’ રણબીરનો જવાબ…

નવી દિલ્હીઃ બોલીવુડ દિગ્દર્શક અયાન મુખર્જીની આગામી નવી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું મોશન પોસ્ટર મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મની કલાકાર જોડી – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ઉપસ્થિત હતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વખતથી આ બંને કલાકાર લગ્નના બંધનમાં બંધાશે એવી વાતો ચાલી રહી છે. બ્રહ્માસ્ત્ર પત્રકાર પરિષદ વખતે રણબીર કપૂરના ચાહકોએ તેના લગ્ન વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમાંના એક ચાહકનો સંદેશ ખુદ રણબીરે જ પત્રકારો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. એ ચાહકે રણબીરને પૂછ્યું હતું કે, ‘તું આલિયા સાથે કે કોઈક અન્ય સાથે ક્યારે લગ્ન કરીશ?’

રણબીરે એના જવાબમાં કહ્યું, ‘ઠીક છે, આપણે જોયુંને, છેલ્લા એક વર્ષમાં કેટલા બધા લોકો પરણી ગયા. મને લાગે છે કે આપણે એનાથી જ ખુશ થવું જોઈએ. હમારી કબ હોગી?’ જવાબમાં આલિયાએ કહ્યું, ‘તું મને કેમ પૂછે છે?’ ત્યારે રણબીરે અયાન સામે આંગળી ચીંધી હતી અને કહ્યું, ‘હું તો એમને પૂછું છું, હમારી કબ હોગી?’ ત્યારે અયાન મુખરજીએ કહ્યું, ‘આજને માટે એક જ તારીખ બસ છે. ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ તારીખ… ચાલો રાહ જોઈએ.’

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ 2022ની 9મી સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવનાર છે. કાલ્પનિક કથા પર આધારિત આ ફિલ્મ ત્રણ-આવૃત્તિનો પહેલો ભાગ છે. આ પહેલા ભાગમાં રણબીર ‘શિવા’નું પાત્ર ભજવી રહ્યો છે, જેનામાં અગ્નિ પેદા કરી શકવાની શક્તિ હોય છે અને સાથોસાથ અત્યંત શક્તિશાળી હથિયાર બ્રહ્માસ્ત્ર માટેની એક રહસ્યમય કડી પણ એની પાસે હોય છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ શિવાની પ્રેમિકા ‘ઈશા’ બની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન અક્કીનેની પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ કરાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular