Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentપરિવારજનો, મિત્રોએ સ્વ. શ્રીદેવીની ૬૦મી જન્મતિથિએ એમનાં વારસાની ઉજવણી કરી 

પરિવારજનો, મિત્રોએ સ્વ. શ્રીદેવીની ૬૦મી જન્મતિથિએ એમનાં વારસાની ઉજવણી કરી 

મુંબઈ: મહાન, લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનાં પરિવારજનો અને ફિલ્મ ઉદ્યોગમાં એમનાં મિત્રોએ સ્વર્ગીય અભિનેત્રીને એમની ૬૦મી જન્મતિથિએ યાદ કર્યા છે. શ્રીદેવીને ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પ્રથમ ફીમેલ સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવ્યાં છે. શ્રીદેવીનાં નિર્માતા-પતિ બોની કપૂર, બે પુત્રી – જ્હાનવી અને ખુશી કપૂર, અભિનેતા -દિયર અનિલ કપૂર તથા અન્ય પરિવારજનોએ પોતપોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંદેશ મૂકીને અભિનેત્રીને યાદ કર્યા છે.

શ્રીદેવીનું ૨૦૧૮માં દુબઈમાં ૫૪ વર્ષની વયે આકસ્મિક નિધન થયું હતું. એમની આખરી ફિલ્મ હતી ‘મોમ’, જે ૨૦૧૭માં આવી હતી. શ્રીદેવીનો જન્મ ૧૯૬૩ની ૧૩ ઓગસ્ટે મદ્રાસ (ચેન્નાઈ)માં થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular