Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainment'ડોન 3'માં શાહરૂખને બદલે રણવીરસિંહ

‘ડોન 3’માં શાહરૂખને બદલે રણવીરસિંહ

મુંબઈઃ ‘ડોન’ ફિલ્મની ત્રીજી આવૃત્તિમાંથી હટી જવાનું શાહરૂખ ખાને નક્કી કર્યું છે. હાલમાં જ અહેવાલ હતો કે ‘ડોન 3’માં પોતે સામેલ નહીં થાય એવું શાહરૂખે નિર્માતાઓને (દિગ્દર્શક ફરહાન અખ્તરને) જણાવી દીધું છે. એ માટે તેણે એવું કારણ આપ્યું છે કે છેલ્લા અમુક વર્ષોથી તે જે પ્રકારની ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે એવી આ ફિલ્મ નથી. નિર્માતાઓએ હવે શાહરૂખને બદલે એક નવા હિરોને ડોન તરીકે ચમકાવવાનું નક્કી કર્યું છે. આ નવો ડોન મોટે ભાગે રણવીરસિંહ છે. નિર્માતાઓએ તેની પર પસંદગી ઉતારી છે એવો એક અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, 1978માં આવેલી મૂળ ‘ડોન’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને શિર્ષક ભૂમિકા ભજવી હતી અને તે ફિલ્મ સુપરડુપર હિટ થઈ હતી. 2006માં ‘ડોન’ની રીમેક બનાવવામાં આવી હતી (‘ડોનઃ ધ ચેઝ બીગિન્સ અગેન’), જેમાં શાહરૂખ ખાન હિરો હતો. ત્યારબાદ 2011માં રીમેક ડોનની સીક્વલ રિલીઝ કરાઈ હતી, ‘ડોન-2’, અને એમાં પણ શાહરૂખ ખાન હિરો હતો.

2022માં રણવીરની બે ફિલ્મ આવી હતી – ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’. પરંતુ આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. રણવીરની નવી ફિલ્મ આવી રહી છે – ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’. એમાં તેની હિરોઈન છે આલિયા ભટ્ટ. આ બંનેએ અગાઉ ‘ગલી બોય’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular