Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentન્યુ યોર્કમાં સ્કૂલોમાં દિવાળીની રજાઓ જાહેરઃ પ્રિયંકાનો વિડિયો વાઇરલ

ન્યુ યોર્કમાં સ્કૂલોમાં દિવાળીની રજાઓ જાહેરઃ પ્રિયંકાનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમ ઊજવાઈ રહ્યો છે. દિવાળીની ધૂમ માત્ર દેશમાં જ નહીં, બલકે વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ભારતના આ સૌથી મોટા તહેવારને જોતાં અમેરિકાના ન્યુ યોર્કમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યુ યોર્કમાં બધી સ્કૂલોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. જેના પર પ્રિયંકા ચોપડાએ આનંદ વ્યક્ત કર્યો છે.  તેણે આની પ્રતિક્રિયા આપતાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી છે. પ્રિયંકાનું સ્કૂલિંગ અમેરિકામાં થયું છે અને તેણે સ્કૂલોમાં દિવાળીની રજાઓ પર ભાવુક પોસ્ટ શેર કરી હતી.

રવિવારે ન્યુ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સે દિવાળી પર આગામી વર્ષે પબ્લિક સ્કૂલોમાં રજા રાખવાની જાહેરાત કરી છે. તેમણે આ ઘોષણા પછી અમેરિકામાં રહેતા ભારતીયો ઘણા ખુશ છે. બોલીવૂડ અભિનેત્રીએ પણ સોશિયલ મિડિયા દ્વારા મેયરના નિર્ણયની પ્રશંસા કરી હતી અને ખાસ ફોટો અને વિડિયો શેર કર્યો હતો.

પ્રિયંકા ચોપડાએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા મેયર એરિક એડમ્સની સેક્રેટરીને વિડિયો શેર કર્યો છે, જેમાં તે દિવાળીની રજાઓની જાહેરાત કરતી નજરે ચઢી રહી છે. આ વિડિયોને શેર કરતાં તેણે લખ્યું છે કે આટલાં વર્ષો પછી ક્વીન્સમાં રહેતી મારી અંદરની ટીનેજરને ખુશીના આંસુ નીકળી રહ્યા છે. સોશિયલ મિડિયા પર પ્રિયંકાની આ પોસ્ટ ઝડપથી વાઇરલ થઈ રહી છે. ફેન્સ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે.  પ્રિયંકા ચોપડાના કામકાજની વાત કરીએ તો તે બોલીવૂડ પછી કેટલાય ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ ઇટ્સ  ઓલ કમિંગ બેક ટુ મી, સિટડેલની બધી સિરીઝમાં કામ કરી ચૂકી છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular