Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentબોબી દેઓલે સસરાની રૂ. 300 કરોડની મિલકત હડપી હતી?

બોબી દેઓલે સસરાની રૂ. 300 કરોડની મિલકત હડપી હતી?

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર બોબી દેઓલ છેલ્લે સંદીપ રેડ્ડી વાંગાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘એનિમલ’માં દેખાયો હતો. એ ફિલ્મ દ્વારા તેણે પડદા પર શાનદાર વાપસી કરી હતી. બોબી દેઓલની પ્રોફેશનલ લાઇફ તો પબ્લિક જ રહે છે, પણ તે પર્સનલ લાઇફને ઘણી વ્યક્તિગત રાખે છે. તેમ છતાં એક સમય એવો આવ્યો, જ્યારે એક્ટરની વ્યક્તિ લાઇફનો એક મોટો મામલો સૌની સામે આવ્યો છે.

બોબી દેઓલે પર તેના સસરાની મિલકત હડપવાનો આરોપ લાગ્યો છે. તેની પત્ની તાન્યાના ભાઈ અને તેના સાળા વિક્રમ આહુજાએ આરોપ લગાવ્યો હતો કે બોબી દેઓલે તેના પિતા દેવેન્દ્ર આહુજાની રૂ. 300 કરોડની મિલકત કબજો કરી લીધી છે. બોબી દેઓલ વ્યવસાયિક રીતે એક બિઝનેસમેન અને બેન્કર હતો.એક અહેવાલ મુજબ બોબી દેઓલના સસરાએ પોતાનાથી 20 વર્ષ નાની યુવતી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. આવામાં બોબીનો સાળો વિક્રમ તેના પિતાનાં બીજાં લગ્નથી નારાજ થઈ ગયો હતો અને તેણે તેના પિતાથી અંતર રાખવા માંડ્યું હતું. જે પછી બોબી દેઓલના સસરાએ પુત્ર વિક્રમને મિલકતમાંથી બેદખલ કરી દીધો હતો.

આ મામલા પછી વર્ષ 2010માં બોબી દેઓલના સાળાએ તેના પર અને બહેન તાન્યા પર ગંભીર આરોપ લગાડ્યા હતા. તેણે કહ્યું હતું કે બોબી અને તાન્યાએ મળીને તેને તેના પિતાથી દૂર કર્યો હતો અને તેમની મિલકત હડપી દીધી હતી. જે પછી 15 વર્ષો સુધી આ મામલો કોર્ટમાં ચાલ્યો હતો. જોકે બોબીએ આરોપો નકારી કાઢ્યા હતા અને ખુલાસો કર્યો હતો કે આ કેસમાં તેના ઘણા પૈસા બરબાદ થયા હતા.

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular