Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsEntertainmentધર્મેન્દ્રએ વિડિયો રિલીઝ કર્યો, ‘હવે, હું બિલકુલ સ્વસ્થ છું’

ધર્મેન્દ્રએ વિડિયો રિલીઝ કર્યો, ‘હવે, હું બિલકુલ સ્વસ્થ છું’

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્રએ ટ્વિટર પર એક વિડિયો રાત્રે 10 કલાકે શેર કર્યો છે. તેમણે માહિતી આપી હતી કે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ સ્વસ્થ છે અને તેઓ પોતાનું ધ્યાન રાખી રહ્યા છે. આ વિડિયોમાં ધર્મેન્દ્રએ એ પણ કહ્યું હતું કે તેમનો સ્નાયુ ખેંચાઈ જવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમણે તેમના ફેન્સને સલાહ આપી હતી કે કોઈ પણ ચીજ વધુપડતી નહીં કરવી જોઈએ. મેં કરી તો મને મુશ્કેલી થઈ હતી. મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. બે-ચાર દિવસ બહુ મુશ્કેલીથી વીત્યા, પણ હવે હું ઠીક છું અને પરત ફર્યો છે. તમારી પ્રાર્થનાઓ રંગ લાવી છે. ભગવાનનો આશીર્વાદ હતો. કોઈ પણ બાબત વધુ ના કરશો. હવે હું મારું ધ્યાન રાખીશ, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં સમાચાર આવ્યા હતા કે ધર્મેન્દ્રને મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ધર્મેન્દ્રએ ખુદ આ વિડિયો પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી કે તેમની તબિયત હવે ઠીક છે.

ધર્મેન્દ્ર સોશિયલ મિડિયા પર ઘણા સક્રિય છે. તેઓ તેમના ફોટો અને વિડિયો સમયાંતરે શેર કરતા રહે છે. તેમના ફેન્સ પણ તેમને એ બાબતે પ્રોત્સાહિત કરતા રહે છે.

ધર્મેન્દ્ર ‘અપને ટૂ’ની સિક્વલમાં નજરે ચઢશે. આ ફિલ્મમાં તેમના સિવાય સની દેઓલ અને બોબી દેઓલ મહત્ત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મમાં સની દેઓલનો પુત્ર પણ નજરે ચઢશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular