Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentરજનીકાંતના દીકરી-જમાઈ છૂટાં થયાં; 18-વર્ષના લગ્નજીવનમાં ભંગાણ

રજનીકાંતના દીકરી-જમાઈ છૂટાં થયાં; 18-વર્ષના લગ્નજીવનમાં ભંગાણ

ચેન્નાઈઃ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેનો અભિનેતા પતિ ધનુષ એમનાં લગ્નજીવનના 18 વર્ષ બાદ છૂટાં થયાં છે. બંનેએ પોતપોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. ધનુષે ઐશ્વર્યાથી અલગ થવાની જાહેરાત કરતી એક લાંબી નોંધ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. બંનેએ લખ્યું છે કે, આજે અમે એવા સ્થાને આવી ગયાં છીએ જ્યાંથી અમારાં રસ્તા અલગ પડે છે… મહેરબાની કરીને અમારા નિર્ણયનો આદર કરજો અને આ સંજોગોનો સામનો કરવામાં અમને જરૂરી ગોપનીયતા આપજો.

ધનુષ અને ઐશ્વર્યાએ 2004ની 18 નવેમ્બરે દક્ષિણ ભારતીય રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. બંનેને સંતાનમાં બે પુત્ર છે. ઐશ્વર્યા વ્યવસાયે નિર્દેશિકા અને ગાયિકા પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular