Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentસવ્યસાચીના આઉટફિટમાં દીપિકાનો ‘લુક’ થયો વાઇરલ

સવ્યસાચીના આઉટફિટમાં દીપિકાનો ‘લુક’ થયો વાઇરલ

નવી દિલ્હીઃ કાન ફિલ્મ ફેસ્ટિવલનો દર વર્ષે ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં કેટલીય ફિલ્મોનું પ્રીમિયર થાય છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોની સાથે-સાથે રેડ કાર્પેટ પર બોલીવૂડથી માંડીને હોલીવૂડ સુધીના સ્ટાર પોતાનો જાદુ પાથરતા હોય છે. જોકે આ વખતે ભારત માટે બહુ અભિમાન લેવાની ક્ષણો છે, કેમ કે બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને જ્યુરી સભ્યોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. હાલમાં જ્યુરી દીપિકાનો કાન ફિલ્મ ફેસ્ટિવલથી પહેલો ‘લુક’ સામે આવ્યો છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે દીપિકાએ સવ્યસાચીનું કલેક્શન પહેર્યું હતું. સવ્યસાચીએ પણ દીપિકાનો પહેલો ‘લુક’ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. દીપિકાએ આ પ્રસંગે ગ્રીન રંગના પેન્ટની સાથે વ્હાઇટ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતો. એની સાથે તેણે ગળમાં હેવી જ્વેલરી અને કાનમાં નાના ઇરિંગ્સ પહેર્યા હતાં.તેણે મેકઅપ લાઇટ રાખ્યો હતો અને ઓવરઓલ લુકની સાથે વાળોમાં સ્કાર્ફ બાંધ્યો હતો.

દીપિકાનો આ ‘લુક’ તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. એ યુઝરે ફોટો શેર કરતાં લખ્યું કે આ આઉટફિટ બહુ ખૂબસૂરત છે. દીપિકા હંમેશાંની જેમ બહુ પ્યારી લાગી રહી છે. બીજા યુઝરે લખ્યું હતું કે એ જોઈને બહુ ખુશ છું કે દીપિકા ઇન્ડિયન ફેશન બ્રાંડને રિપ્રેઝેન્ટ કરી રહી છે. તેણે લખ્યું, આપ, બહુ ગ્લેમરસ લાગી રહી છે.

આ પહેલાં દીપિકા બધા જ્યુરી સભ્યોની સાથે ડિનર કરવા પહોંચી હતી. તેનો આ ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular