Friday, June 6, 2025
Google search engine
HomeNewsEntertainmentKBC-13માં અમિતાભની સામે દીપિકા શરમથી લાલ થઈ

KBC-13માં અમિતાભની સામે દીપિકા શરમથી લાલ થઈ

મુંબઈઃ બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ-13’ના શાનદાર શુક્રવારે આ વખતે હોટ સીટ પર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને કોરિયોગ્રાફર ફરાહ ખાન બિગ બીના સવાલોના જવાબ આપવાનાં છે. આ શોમાં અમિતાભ બચ્ચન ફરાહ ખાનને ફરિયાદ કરે છે કે તેમણે પોતાની એક ફિલ્મમાં તેમને કાસ્ટ નથી કર્યા.

આ શોમાં દીપિકા રણવીર સિંહની ફરિયાદ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કરે છે. દીપિકા કહે છે, લગ્નને આટલાં વર્ષ થઈ ગયાં, પણ રણવીરે આજ સુધી તેને પોતાના હાથે નાસ્તો બનાવીને ખવડાવ્યો નથી. આટલું કહેતાં જ બિગ બી રણવીર સિંહને ફોન લગાવીને સીધું જ પૂછી લે છે.

અમિતાભ જ્યારે રણવીરને દીપિકાને નાસ્તો બનાવીને કેમ નથી ખવડાવ્યો તો રણવીર તરત જ ‘સોરી’ કહે છે અને સાથે કહે છે આવો આ વખતે તને ખોળામાં બેસાડીને નાસ્તો કરાવીશ. આટલું સાભળીને દીપિકા શરમથી લાલ થઈ જાય છે. આ શોમાં ત્રણે જણ ભરપૂર મસ્તી મજાક કરતા દેખાય છે. અમિતાભ ફરાહને કહે છે, ક્યારેય તમને એવું ન લાગ્યું કે હું તમને મારી ફિલ્મમાં લેવા ઇચ્છું છું. ફરાહ કહે છે, સર તમે તે બધાનું ડ્રીમ છો, બસ, પછી ફરાહ ખાન અમિતાભ બચ્ચનનો ઓડિશન લેવા લાગે છે. અમિતાભ અને દીપિકા ‘ઓમ શાંતિ ઓમ’નો મશહૂર ડાયલોગ ‘एक चुटकी सिंदूर’નો ડાયલોગ બોલે છે. પહેલો ટેક યોગ્ય ન થતાં દીપિકા અમિતાભને સીન કરીને બતાવે છે. દીપિકા અને ફરાહ ખાનનો આ એપિસોડ 10 સપ્ટેમ્બરે પ્રસારિત થશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular