Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentદીપિકાએ બધી સોશિયલ મિડિયા પોસ્ટ્સ ડિલીટ કરી

દીપિકાએ બધી સોશિયલ મિડિયા પોસ્ટ્સ ડિલીટ કરી

મુંબઈઃ બોલીવૂડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પદુકોણે નવા વર્ષના આરંભે જ એનાં પ્રશંસકો, ફોલોઅર્સને આઘાત આપ્યો છે. તેણે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સહતિ તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર એનાં એકાઉન્ટ્સમાંની તમામ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. એણે ગઈ કાલે 31 ડિસેમ્બરે તેનાં તમામ ટ્વીટ્સ અને ઈન્સ્ટાગ્રામ તસવીરોને ડિલીટ કરી દીધાં છે. હવે એનાં ટ્વિટર એકાઉન્ટ પર જૂની એકેય પોસ્ટ નથી. માત્ર આજે એક કલાક પહેલાં એણે નવા વર્ષની શુભેચ્છા આપતી પોસ્ટ મૂકી છે એ જ દેખાય છે. એમાં તેણે પોતાનાં સ્વરમાં ઓડિયો ક્લિપ મૂકી છે, એને તેણે ‘મારી ઓડિયો ડાયરી’ નામ આપ્યું છે, એમાં એણે તેનાં વિચારોને ઓડિયોનાં રૂપમાં પ્રસ્તુત કર્યાં છે.

અગાઉ નેટયૂઝર્સને એવું લાગ્યું હતું કે દીપિકાનાં એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા છે, પણ બાદમાં માલૂમ પડ્યું હતું કે દીપિકાએ પોતે જ એની ડિસ્પ્લે ઈમેજીસને બદલી નાખી છે. દીપિકાએ આવું શા માટે કર્યું એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ટ્વિટર પર એનાં 2 કરોડ 77 લાખ ફોલોઅર્સ છે અને ઈન્સ્ટાગ્રામ પર એનાં ચાહકોની સંખ્યા 5 કરોડ 25 લાખ છે. દીપિકા હાલ રાજસ્થાનના રણથંભોરમાં એનાં પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે વેકેશન માણી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular