Friday, July 18, 2025
Google search engine
HomeNewsEntertainmentદીપિકા ‘ધૂમ-4’માં કદાચ ખલનાયિકાની ભૂમિકામાં જોવા મળે

દીપિકા ‘ધૂમ-4’માં કદાચ ખલનાયિકાની ભૂમિકામાં જોવા મળે

મુંબઈઃ બોલીવૂડની ‘ડિમ્પલ ગર્લ’ દીપિકા પદુકોણ પહેલી જ વાર ખલનાયિકા તરીકે રૂપેરી પડદા પર જોવા મળશે. અહેવાલો અનુસાર, ‘ધૂમ-4’માં એ નકારાત્મક પાત્ર ભજવશે. 34 વર્ષીય દીપિકા આવતીકાલે, પાંચ જાન્યુઆરીએ જન્મદિવસ ઉજવશે.

અગાઉ એવા સમાચાર હતા કે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનનાર ‘ધૂમ-4’ ફિલ્મમાં રણવીર સિંહ વિલનની ભૂમિકા ભજવશે, પણ હવે નિર્માતાઓએ દીપિકા પાસે સ્ટાઈલિશ-ગ્લેમરસ ચોરનીનો રોલ કરાવવાનો નિર્ણય લીધો છે. નિર્માતા કંપની અને દીપિકા વચ્ચે હાલ શૂટિંગની તારીખો વિશે ચર્ચા ચાલે છે. ઉલ્લેખનીય છે કે, ‘ધૂમ’ સિરીઝની ફિલ્મોમાં વિલનનું પાત્ર ઘણું મહત્ત્વપૂર્ણ ગણાતું આવ્યું છે. ‘ધૂમ’માં જોન અબ્રાહમ વિલન બન્યો હતો તો ‘ધૂમ-2’માં ઋતિક રોશન, અને ‘ધૂમ-3’માં આમિર ખાન વિલન બન્યો હતો. ત્રણેયની ભૂમિકા દર્શકોને ગમી હતી. ધૂમ સિરીઝની ફિલ્મમાં આ પહેલી જ વાર સ્ત્રી-વિલન જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular