Saturday, July 5, 2025
Google search engine
HomeNewsEntertainmentદીપિકા ‘ગ્લોબલ અચિવર્સ એવોર્ડ’ જીતનારી પહેલી ભારતીય એક્ટર  

દીપિકા ‘ગ્લોબલ અચિવર્સ એવોર્ડ’ જીતનારી પહેલી ભારતીય એક્ટર  

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને એક આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા બોલીવૂડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મ બિરાદરીમાં તેની સફળતા માટે ‘ગ્લોબલ એચિવર્સ એવોર્ડ’ 2021 એનાયત થયો છે. ‘ગ્લોબલ એવોર્ડ 2021’ને આ વર્ષે 3000થી વધુ નામાંકન પ્રાપ્ત થયું હતું. જ્યુરી માટે વિજેતાનું શોર્ટ લિસ્ટ તૈયાર કરવું મુશ્કેલ હતું, કેમ કે બધાં નામાંકનોનો પોતપોતાના ક્ષેત્રમાં એક સફળ ટ્રેક રેકોર્ડ રહ્યો છે. દીપિકા ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર ભારતીય એક્ટર હોવાને નાતે એ એવોર્ડ જીતવામાં સફળ રહી છે. તે એક વૈશ્વિક આઇકન છે. જે માત્ર ફેશન સ્ટેટમેન્ટથી જ નહીં, પણ ફિલ્મો અને પર્ફોર્મન્સ સ્કિલ્સથી પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દે છે. દીપિકાએ આકરી મહેનતથી બોલીવૂડમાં સફળતા મેળવી છે.

દીપિકા એક સારી અભિનેત્રી છે, જેના વિશ્વભરમાં ફેન ફોલોઇંગ છે. આ પહેલાં તે અનેક એવોર્ડ જીતી ચૂકી છે. આ એવોર્ડ માટે વિવિધ કેટેગરીમાં બરાક ઓબામા, જેફ બેઝોસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સહિત વિશ્વમાંથી 3000થી વધુ પ્રભાવશાળી સેલેબ્સ નામાંકન પ્રાપ્ત થયું છે.

દીપિકા પાદુકોણને વર્ષ 2018માં ટાઇમ મેગેઝિને વિશ્વમાં 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં એક નામ આપ્યું હતું. તે યાદીમાં સ્થાન હાંસલ કરવાવાળી એકમાત્ર ભારતીય અભિનેત્રી બની હતી. દીપિકા પાદુકોણ વરાઇટીની સતત બીજી વાર ઇન્ટરનેશનલ વીમેન ઇમ્પેક્ટ રિપોર્ટમાં પ્રદર્શિત થનારી એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી, જે વિશ્વમાં મનોરંજન ક્ષેત્રે મહિલાઓની સફળતા ઊજવે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular