Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsEntertainmentડાન્સ દીવાનેની ટીમે શગુફ્તાને ₹ પાંચ લાખની મદદ કરી

ડાન્સ દીવાનેની ટીમે શગુફ્તાને ₹ પાંચ લાખની મદદ કરી

નવી દિલ્હીઃ ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી શગુફ્તા અલી છેલ્લાં કેટલાંક વર્ષોથી બીમારી અને કામ નહીં હોવાને કારણે આર્થિક તંગીમાંથી ઝઝૂમી રહી છે, જેનો ખુલાસો તેણે કેટલાક દિવસો પહેલાં જ કર્યો હતો. શગુફ્તા અલી કલર્સ ટીવીના ફેમસ રિયલ્ટી શો ડાન્સ દીવાને 3ના સેટ પર પહોંચી હતી. ત્યાં તેમણે છેલ્લાં 36 વર્ષોની અત્યાર સુધીની યાત્રાને સંભળાવી હતી. તેણે તેની આર્થિક સ્થિતિ વિશે કેટલીય વાતો શેર કરી હતી. જેથી શોની ટીમ તરફથી મશહૂર અભિનેત્રી માધુરી દીક્ષિતે તેને ₹ પાંચ લાખની મદદ કરવાનું એલાન કર્યું હતું.

કલર્સ ટીવીએ ઇન્સ્ટાગ્રામ પર અપકમિંગ એપિસોડનો એક નવો પ્રોમો શેર કર્યો હતો, જેમાં શગુફ્તા અલીએ તેના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. એ એપિસોડમાં અભિનેતા અનિલ કપૂર, ફરહાન અખતરની સાથે ફિલ્મનિર્માતા રોહિત શેટ્ટી પણ અતિથિ રૂપે શોમાં દેખાશે. આ એપિસોડમાં માધુરીએ શગુફ્તા અલીને ₹ પાંચ લાખની મદદ કરવાની ઘોષણા કરી હતી. આ શોના સેટ પર શગુફ્તા અલીની વાત સાંભળીને હોસ્ટ ભારતી સિંહની આંખોમાં આંસુ આવી ગયા હતા.

શગુફ્તા અલીએ કહ્યું હતું કે 36 વર્ષોમાંથી મારાં 32 વર્ષ શાનદાર રહ્યાં હતાં. મેં બહુ સંઘર્ષ કર્યો હતો, પણ છેલ્લાં ચાર વર્ષોમાં મેં કેટલાય ઓડિશન આપ્યા હતા, પણ ક્યાંય કામ ન મળ્યું. એ સમયે ડાયાબિટીઝને કારણે મારા પગની સમસ્યા વધી ગઈ હતી. જેની અસર મારી આંખો પર થઈ હતી. હું આ ચાર વર્ષોમાં દર્દ સહન ના કરી શકી.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular