Wednesday, October 29, 2025
Google search engine
HomeNewsEntertainmentફિલ્મનિર્માતા બોની કપૂરની સાથે સાયબર છેતરપિંડી

ફિલ્મનિર્માતા બોની કપૂરની સાથે સાયબર છેતરપિંડી

મુંબઈઃ બોલીવૂડના ફિલ્મ પ્રોડ્યુસર અને બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરની સાથે સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમના ક્રેડિટ કાર્ડની માહિતી હાંસલ કરીને સાયબર હેકર્સે રૂ. 3.82 લાખની ચોરી કરી છે. બોની કપૂરે આ કેસની ફરિયાદ મુંબઈની અંબોલી પોલીસમાં નોંધાવી છે. પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ સંબંધિત કલમો હેઠળ આ કેસ નોંધી આ મામલેની તપાસ શરૂ કરી દીધી છે. આ ફરિયાદ મુજબ નવ ફેબ્રુઆરીએ સાયબ્ર ફ્રોડે પાંચ વ્યવહારો કરીને બોની કપૂરના ખાતામાંથી રૂ. 3.82 લાખ ટ્રાન્સફર કરી લીધા છે. બોની કપૂરના એકાઉન્ટથી નાણાં ગુરુગ્રામની એક કંપનીના ખાતામાં ગયા છે.

બોનીએ પોલીસને જણાવ્યું હતું કે તેમના ક્રેડિટ કાર્ડની કોઈ માહિતી માગવામાં નહોતી આવી. તેમની પાસે કોઈ ફોન કોલ પણ નથી આવ્યો. તેમને માલૂમ પડ્યું હતું કે તેમના એકાઉન્ટમાંથી પૈસા નીકળ્યા છે, ત્યારે તેમણે બેન્કથી વાત કરી હતી. એ પછી તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીનું કહેવું છે કે તેમને આશંકા છે કે કોઈ વ્યક્તિ બોની કપૂરના કાર્ડના ઉપયોગ વખતે તેમનો ડેટા કાઢી લીધો હતો. આ તપાસમાં પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર તેમના એકાઉન્ટથી પૈસા ગુરુગ્રામની એક કંપનીના ખાતામાં ગયા છે. આ મામલાની તપાસ હજી પણ જારી છે.

બોની કપૂર દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીના પતિ છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂરના પિતા છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular